Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ઇન્ડોનેશિયામાં 1000થી વધુ મૃતદેહોને દફનાવવા 100 મીટર લાંબી કબર ખોદાઈ

પાલુની જેલમાં 120ની શ્રમતાથી વધુ 581 જેલમાં બંધ કેદીઓ દીવાલ કૂદીને ભાગ્યા :દેશની ત્રણ જેલમાંથી 1200 કેદીઓ ફરાર

ઇન્ડોનેશિયામાં ભયાનક ભૂકંપ અને સુનામીને કારણે મૃત્યુઆંક વધીને 1300 થયો છે ત્યારે અંદાજે 100થી વધુ મૃતદેહોને દફનાવવા માટે 100 મીટર લાંબી કબર ખોદવામાં આવી છે. આ દરમિયાન ભૂકંપનો લાભ લઇને ઇન્ડોનેશિયાના ત્રણ જેલોમાંથી લગભગ 1200 કેદીઓ ભાગી ગયા છે.

 કાયદા મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે પાલુની એક 120 કેદીઓની ક્ષમતા ધરાવતી જેલમાં ક્ષમતાથી વધુ 581 કેદીઓ જેલમાં બંધ હતાં. ભૂકંપને કારણે જેલની દીવાલ તૂટી જતા કેદીઓ જેલમાંથી ભાગી ગયા હતાં

 દોંગગાલામાં આવેલી અન્ય એક જેલમાં ભૂકંપ પછી આગ ફાટી નીકળતા 343 કેદીઓ ભાગી જવામાં સફળ રહ્યાં હતાં. ભયાનક કુદરતી આફતનો સામનો કરવા માટે ઇન્ડોનેશિયાએ આંતરરાષ્ટ્રીય મદદ માગી છે.

 

(12:31 pm IST)