Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ઇન્ડોનેશિયામાં ભૂકંપ અને સુનામીથી મૃત્યુઆંક 1300એ પહોંચ્યો :59 હજાર લોકો બેઘર બન્યા

60 હજાર બાળકો-વૃધ્ધો સહીત બે લાખ લોકોને તાત્કાલિક માનવીય સહાયની જરૂર

ઇન્ડોનેશિયાના સુલાવેસી દ્વિપમાં ભૂકંપ અને સુનામીને કારણે મૃત્યુઆંક વધીને 1300 થયો છે. ભૂકંપને કારણે 59,000 લોકો બેઘર થઇ ગયા છે. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રે ચેતવણી આપી છે કે 1,91,000 લોકોને તાત્કાલિક માનવીય સહાયતાની જરૂર છે

   યુનાઇટેડ નેશન્સ ઓફિસ ફોર ધ કોઓર્ડિનેશન ઓફ હ્યુમેનિટેરિયન અફેર્સે ચેતવણી આપી છે કે 46,000 બાળકો અને 14,000 વૃદ્ધોને તાત્કાલિક સહાયની જરૂર છે.

  ઇન્ડોનેશિયામાં હવે આ ભીષણ હોનારતમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોને દફનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

 
(12:28 pm IST)