Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

મેટ્રોના ખોદકામ દરમિયાન મસમોટા ૨૦ અજગર પકડાયા

મુંબઈઃ. મેટ્રોના કામ નિમિતે બીકેસીમાં ખોદકામ થઈ રહ્યું હોવાથી નવ મહિનામાં સર્પમિત્રોએ આ ભાગમાંથી ૨૦ મોટા અજગર પકડયા હતા.

બાંદરા-કુર્લા કોમ્પલેકસમાં શનિવારે મોડી રાતના સર્પમિત્રએ અગિયાર ફુટ લાંબો અજગર પકડયો હતો. બીકેસીમાં રસ્તા પર બાઈક પર અજગર હતો. પોલીસને રાતના પેટ્રોલીંગ કરતી વખતે અજગર મળી આવ્યો હતો. તેમણે તાત્કાલિક સર્પમિત્રને બોલાવીને પકડયો હતો.

બાંદરા કુર્લા કોમ્પલેકસમાં મેન્ગ્રોવ્ઝનો મોટો પટ્ટો છે, પરંતુ મેટ્રોના કામને લીધે અમુક ભાગ નષ્ટ કરવામાં આવ્યો હતો. જેના લીધે અહીં જંગલમાંથી અનેક અજગરો માનવી વસ્તીમાં ઘૂસ્યા હતા.(૨-૨)

 

(12:07 pm IST)