Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ગાંધી જયંતી : PM મોદી - રાહુલ ગાંધીએ રાજઘાટ પહોંચીને બાપુને શ્રધ્ધાંજલિ આપી

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે ૧૫૦મી જયંતિ છે. આ અવસર પર દેશના અનેક ભાગોમાં કાર્યક્રમો હશે. ભારતીય જનતા પાર્ટી પણ આ વખતે ગાંધી જયંતિ પર મોટું આયોજન કરી રહી છે. ૧૫ દિવસ પહેલા શરૂ થયેલ ભાજપનું 'સ્વચ્છતા જ સેવા' કેમ્પન આજે સમાપ્ત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે  નવી દિલ્હી સ્થિત રાજઘટ જઇને મહાત્મા ગાંધીને શ્રદ્ઘાંજલિ આપી હતી. વડાપ્રધાન ઉપરાંત, વિજય ઘાટ પહોંચી પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની જયંતિ પર તેમને શ્રદ્ઘાંજલિ આપી. પીએમ નરેન્દ્ર મોદી સિવાય કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી, યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી સહિત અન્ય ઘણા મોટા નેતાઓએ પણ ત્યાં પહોંચી શ્રદ્ઘાંજલિ આપી હતી. આ પ્રસંગે આજે રાષ્ટ્રપતિ ભવનમાં સ્વચ્છતા સર્વેક્ષણ પુરસ્કાર પણ આપવામાં આવશે. જેના પછી સાંજે ગાંધી સ્મૃતિ પર પ્રાર્થના યોજાશે. ઉલ્લેખનીય છે કે મહાત્મા ગાંધીનો જન્મ ૨ ઓકટોબર ૧૮૬૯ના રોજ ગુજરાતના પોરબંદરમાં એક હિન્દુ-ગુજરાતી મોધ બનિયા વેશ્ય કુટુંબમાં થયો હતો. તેમના માતાપિતાએ તેમનું નામ મોહનદાસ કરમચંદ ગાંધી રાખ્યું હતું.

(12:02 pm IST)