Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

કિસાન ક્રાંતિ યાત્રા : દિલ્હીમાં પ્રવેશના બધા માર્ગો સીલ : ઠેર ઠેર પોલીસ : ૧૪૪મી કલમ

હરિદ્વારથી આવી રહેલા ખેડૂતોને ઘુસવા ન દેવા તંત્ર મક્કમ

ગાઝીયાબાદ તા. ૨ : વિવિધ માંગોને લઇને હરિદ્વારથી આવી રહેલી કિસાન ક્રાંતિ યાત્રાને રોકવા આજે સવારથી યુપી ગેટ પર દિલ્હીમાં ઘુસવાના બધા માર્ગો સીલ કરી દેવાયા છે. મોટી સંખ્યામાં દિલ્હી અને યુપી પોલીસ સાથે અર્ધલશ્કરી દળો પણ ગોઠવાયા છે. દિલ્હીની સાથે યુપીના ગાઝીયાબાદ અને નોયડામાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.હરિદ્વારાથી દિલ્હી માટે ભારતીય ખેડૂત ક્રાંતિ યાત્રા સોમવારે સાહિબાબાદ પહોંચી હતી. તે દરમિયાન હજારોની સંખ્યામાં ખેડૂતોએ જીટી રોડ પર ચક્કાજામ કરી દિલ્હી જવા માટે નીકળ્યા છે. જિલ્લાધિકારી અને એસએસપીએ લગભગ એક કલાક સુધી ખેડૂતોને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ ખેડૂતો દિલ્હી જવાની વાત પર અડગ રહ્યા હતા. મોડી રાત્રે વહીવટ તંત્ર અને પોલીસના અધિકારીઓની સાથે ખેડૂતોના એક પ્રતિનિધિમંડળ દિલ્હીથી પરત ફર્યું અને ઉત્ત્।ર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે હિંડન એર ફોર્સ સ્ટેશન પર મુલાકાત કરી હતી.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પ્રતિનિધિમંડળની વચ્ચે લગભગ બે કલાક ચાલેલી વાર્તા નિષ્ફળ રહી અને પ્રતિનિધિમંડળના લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવાની માંગ પર અડગ રહ્યાં જેના પર મુખ્યમંત્રીએ કેન્દ્ર મંત્રીઓ સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ ભારતીય ખેડૂત સંઘના એક પ્રતિનિધિમંડળ ગન્ના મંત્રી સુરેશ રાણાની સાથે દિલ્હી માટે રવાના થઇ ગયા છે.

ખેડૂત ક્રાંતિ પદયાત્રાને લઇને દિલ્હી અને યૂપી બોર્ડર પર ગાઝીપુરના યૂપી ગેટ પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. ભારતીય ખેડૂત સંઘના બેનર નીચે હજારોની સંખ્યામાં ખેડૂતો સંપૂર્ણ દેવા માફી, વીજળીના દરમાં છૂટ દેવાની માંગને લઇ આંદોલન કરી રહ્યા છે. જયારે આ મામલા પર જિલ્લાધિકારી ઋતુ માહેશ્વરીનું કહેવું છે. કે ભારતીય ખેડૂત સંઘના એક પ્રતિનિધિમંડળ દિલ્હી જવા નીકળ્યું છે જયાં તેઓ કેન્દ્રીય મંત્રીઓની સાથે વાતચીત કરશે. તેમણે જણાવ્યું કે હાલમાં જીટી રોડ સ્થિત ચાર ફાર્મ હાઉશોમાં ખેડૂતો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

હરિદ્વારથી રાષ્ટ્રીય રાજધાની માટે કૂટ કરી રહેલા ભારતીય ખેડૂત સંઘના હજારો કાર્યકર્તાઓ મંગળવારે અહીંયા પહોંચવાની આશા છે. એવામાં કાયદા-વ્યવસ્થાની સમસ્યા ઉભી થવાની આશંકાને જોઇને પોલીસે સોમવારે પૂર્વ અને ઉત્તરપૂર્વ દિલ્હીમાં એક અઠવાડીયા માટે કફર્યુ લાગુ કરી દીધું છે. પૂર્વ દિલ્હીમાં પોલીસ અધિકારી (પૂર્વ) પંકજ સિંહએ દંડ પ્રક્રિયા કોડની ધારા ૧૪૪ અંતર્ગત આદેશ જાહેર કર્યો છે કે જે ૮ ઓકટોબર સૂધી અસરકારક રહેશે.(૨૧.૭)

(11:54 am IST)