Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

HDFC બેન્કે રીટેલ લોન મોંઘી બનાવી

મુંબલ તા.૨: રિઝર્વ બેન્ક નીતિવિષયક વ્યાજદરમાં વધારો કરે કે ન કરે, HDFC બેન્કે રીટેલ લોન માટેના પ્રાઇમ લેન્ડિંગ રેટમાં ૧૦ બેસિસ પોઇન્ટનો તાત્કાલિક અમલથી વધારો કરી દેતાં હવે લોન લેવાનું મોંઘુ પડશે. લોનના અલગ-અલગ સ્લેબ માટે નવા દર ૮.૫૦ થી ૯.૦૫ ટકા સુધીના રહેશે એવું જાહેર કરવામાં આવ્યંુ છે. નોંધનીય છે કે ગત શનિવારે પંજાબ નેશનલ બેન્કે એના બેન્ચમાર્ક લેન્ડિંગ રેટમાં ૦.૨ ટકાનો વધારો કર્યો હતો, જે ગઇ કાલથી લાગુ થયો છેે એને પગલે આ બેન્કનો માર્જિનલ કોસ્ટ ઓફ ફન્ડ્સ બેઝડ લેન્ડિંગ રેટ હવે ૭.૯ ટકાની જગ્યાએ ૮.ર ટકા થઇ ગયો છે.(૧.૪)

(10:34 am IST)