Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

તિરૂમાલા તિરૂપતિમાં એક દિવસે ૫.૧૩ લાખ લડ્ડુનું વિતરણ : બન્યો રેકોર્ડ

આ પહેલા ૧૦ ઓકટોબર ૨૦૧૬માં નોંધાયો હતો રેકોર્ડ

તિરૂમાલા તા. ૨ : તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ (TTD)ઇતિહાસમાં પ્રથમ વખત ૫ લાખ લડ્ડુનો પ્રસાદ વહેંચવાનો રેકોર્ડ બન્યો છે. રવિવારે ૩૦ સપ્ટેમ્બરે તિરુપતિના પ્રખ્યાત વેંકટેશ્વરા મંદીરમાં ૫.૧૩ લાખ લડ્ડુનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. જે અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધારે છે.

શ્રી વેર પોટુ (કિચન)માંથી મળેલા આંકડા પ્રમાણે રવિવારે ૫, ૧૩, ૫૬૬૬ લડ્ડ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. હાલ તમિળનાડુમાં પવિત્ર મહિનો પેરાતાસી ચાલી રહ્યો હોવાથી તિરુમાલાના તિરપતિ મંદિરમાં ભકતોની ભારે ભીડ જોવા મળી રહી છે. પ્રવાસીઓની માંગણીને પુરી કરવા માટે ટીટીડી બધાને લડ્ડુનો પ્રસાદ મળે તેવી વ્યવસ્થા કરી છે.

આ પહેલા એક દિવસમાં સૌથી વધારે લડ્ડુ વેચાણનો રેકોર્ડ ૧૦ ઓકટોબર ૨૦૧૬માં નોંધાયો હતો. તે દિવસે ૪,૬૪,૧૫૨ લડ્ડુ પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવ્યા હતા. ૨૮ મે ૨૦૧૮ના દિવસે ૪, ૩૨, ૭૪૫, ૧૯ મે ૨૦૧૮ના દિવસે ૪, ૧૪, ૯૮૭ અને ૧૧ જૂન ૨૦૧૭ના રોજ ૪, ૧૧, ૯૪૩ના લડ્ડુ પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવ્યા હતા.

તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમના એકિઝકયુટિવ ઓફિસર અનિલ કુમાર સિંઘલે આ કામ માટે પોટુ (કિચન)ના શ્રમિકોની પ્રશંસા કરી હતી.(૨૧.૩)

(10:29 am IST)