Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

દિલ્હીમાં અમિતભાઇ શાહ સાથે ગુજરાત ભાજપ નેતાઓએ કર્યું મંથન : ચૂંટણીની બનાવી રણનીતિ

બેઠકમાં 26 લોકસભા બેઠકના પ્રભારી દ્વારા બનાવેલા રિપોર્ટ પર ચર્ચા થઈ હતી

નવી દિલ્હી :દિલ્હીમાં ભાજપ મુખ્યાલય પર  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગુજરાત લોકસભાની 26 બેઠક પર મંથન કરાયું હતું. 26 બેઠક પર જીત મેળવવા ત્રણ કલાકથી વધુ ચર્ચા વિચારણા કરાઈ હતી બેઠકમાં 26 લોકસભા બેઠકના પ્રભારી દ્વારા બનાવેલા રિપોર્ટ પર પણ ચર્ચા થઈ હતી

  ગુજરાત ભાજપે અમિતભાઈ  શાહને તમામ લોકસભા બેઠકનો રિવ્યું રિપોર્ટ સોંપ્યો છે અને કઈ બેઠક પર ભાજપ માટે શું પરિસ્થિતિ છે તેના પર ચર્ચા કરાઈ હતી. બેઠકમાં અમિતભાઈ  શાહે તમામ 26 બેઠક જીતવા પ્રદેશ નેતૃત્વને માર્ગદર્શન આપ્યું છે.

 વડાપ્રધાન મોદીના ચહેરા પર ગુજરાત ભાજપ 26 બેઠક જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. બેઠકમાં મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ભિખુ દલસાણીયાએ હાજરી આપી હતી.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ  શાહ સાથે બેઠક બાદ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું કે,રાષ્ટ્રીય અધ્યક્ષના નેતૃત્વમાં લોકસભાની 26 બેઠકો જીતવા માટે રણનીતિ બનાવવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાને લોકો સુધી પહોંચાડવામાં આવશે. લોકસભા પ્રમાણે અલગ-અલગ કોલ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. જે પણ લોકોને કેન્દ્ર અને રાજ્યની યોજનાથી લાભ થયો છે તેની સાથે સંપર્ક કરવામાં આવશે. અમે વિકાસનો મુદો લઈને લોકસભાના મેદાનમાં ઉતરવાના છીએ

  . ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ આવતીકાલ (2 ઓક્ટોબર)થી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો પ્રવાસ કરશે. સાથે તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણીને લઈને તૈયાર છે

(12:00 am IST)