Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ન્યુજર્સી રાજ્યના બ્લેરસ્ટોન ટાઉનમાં આવેલ સિદ્ધાચલમના જૈન મંદિરમાં અહિંસા હોલમાં ઓકટોબર માસની ૭મી તારીખને રવિવારે સવારે નવ વાગ્યાથી યોગા અને મેડીટેશન કેમ્પ તેમજ બપોરે બે વાગ્યા પછી તપસ્વીઓના બહુમાનના કાર્યક્રમનું કરવામાં આવેલું આયોજન

 (કપિલા શાહ દ્વારા) શિકાગો :  ન્યુજર્સી રાજ્યના બ્લેરસ્ટોન ટાઉનમાં આવેલ સિદ્ધાચલમના જૈન મંદિરના અહિંસા હોલમાં સવારે ૯ વાગ્યાથી યોગા અને મેડીટેશનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. અને બપોરે બે વાગ્યા બાદ પર્યુષણ મહાપર્વ તથા દસ લક્ષણા પર્વ દરમ્યાન જે તપસ્વીઓએ તપશ્ચર્યાઓ કરી હશે તે સર્વેનું બહુમાન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આ અંગે દરેક લોકો કે જેમણે તપશ્ચર્યાઓ કરી હશે. જેમણે પોતાના નામોનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અને યોગા તથા મેડીટેશનમાં કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા લોકોએ પોતાના નામોની નોંધણી અગાઉથી કરાવવા વિનંતી કરવામાં આવેલ છે.

ઓકટોબર માસની ૭મી તારીખને રવિવારે સવારે ૯ વાગ્યાથી યોગા શિબિર તેમજ મેડીટેશનનો કાર્યક્રમ યોજવામાં આવશે અને બપોરે મધ્યાન્હે સ્વામી વાત્સલ્યનો કાર્યક્રમ યોજાશે તેમજ બપોરે બે વાગ્યા બાદ અહિંસા હોલમાં પર્યુષણ તેમજ દસ લક્ષણા પર્વ દરમ્યાન જે તપસ્વીઓએ તપશ્ચર્યાઓ કરી હશે તે સર્વે તપસ્વીઓનું બહુમાન કરવામાં આવશે. આ કેમ્પમાં ભાગ લેનાર વ્યકિતઓને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે અને સંચાલન ડો. સાધના મહેતા કરશે.

(11:22 pm IST)