Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

હાલના ઐતિહાસિક ચુકાદા

દિપક મિશ્રાના નેતૃત્વમાં દૂરગામી ચુકાદા

નવી દિલ્હી, તા. ૧ : ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ સોમવારના દિવસે અંતિમ વખત સુનાવણી હાથ ધરી હતી. આવતીકાલે ચીફ જસ્ટિસ નિવૃત્ત થઇ રહ્યા છે. તેમની સાથે જસ્ટિસ રંજન ગોગોઈ પણ હતા જે હવે ચીફ જસ્ટિસ મિશ્રા બાદ આ હોદ્દા ઉપર જવાબદારી સંભાળશે. દિપક મિશ્રાના નેતૃત્વમાં સુપ્રીમની બેંચ દ્વારા હાલમાં જ કેટલાક ઐતિહાસિક ચુકાદા આપ્યા હતા જે નીચે મુજબ છે.

પતિ, પત્નિ અને વોના સંબંધ અપરાધ નથી

*    ૨૭મી સપ્ટેમ્બરના દિવસે સુપ્રીમે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો જેમાં પતિ, પત્નિ અને વોના સંબંધ હવે અપરાધ નથી તેમ કહ્યું હતું. કારણ કે સુપ્રીમ કોર્ટે આ સંબંધમાં ઐતિહાસિક અને દુરગામી ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ છે કે એડલ્ટરી હવે અપરાધ નથી. સુપ્રીમ કોર્ટે આઇપીસીની કલમ ૪૯૭માં એડલ્ટરીને અપરાધ તરીકે ગણનાર જોગવાઇને ગેરબંધારણીય તરીકે ગણાવીને તેને ફગાવી દીધી છે.સુપ્રીમ કોર્ટે એડલ્ટરી (વ્યભિચાર) કેસમાં આઇપીસીની કલમ ૪૯૭ને ગેરબંધારણીય જાહેર કરી દીધી હતી.

મસ્જિદમાં નમાઝ ફરજિયાત નથી

*    ૨૭મી સપ્ટેમ્બરના દિવસે સુપ્રીમે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો જેમાં સુપ્રીમ કોર્ટે પાંચ સભ્યોની બેંચના મસ્જિદમાં નમાઝ ઇસ્લામ માટે ફરજિયાત નહીં ગણાવવાના અગાઉના ચુકાદાને યોગ્ય ઠેરવીને આને મોટી બેંચને સોંપવાનો ઇન્કાર કરી દીધો હતો. મસ્જિદમાં નમાઝને લઇને સુપ્રીમ કોર્ટે આજે મોટો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે અયોધ્યા જમીન વિવાદ કેસને પાંચ જજની બેંચને સોંપવાનો સાફ શબ્દોમાં ઇન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપતી વેળા કેટલાક તારણો પણ રજૂ કર્યા હતા.

આધારની બંધારણીય કાયદેસરતા અકબંધ

*    ૨૬મી સપ્ટેમ્બરના દિવસે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો જેમાં લાંબા સમય સુધી ચર્ચાના વિષય તરીકે રહેલા આધાર કાર્ડની કાયદેસરતાને લઇને સુપ્રીમ કોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા આધારની બંધારણીય કાયદેસરતાને જાળવી રાખી

     હતી. જો કે સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો પણ લાગી કરી દીધી  છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સરકારને રાહત થઇ છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યુ છે કે સરકાર બાયોમેટ્રિક ડેટાને રાષ્ટ્રીય સુરક્ષાના નામ પર કોર્ટની મંજુરી વગર કોઇ અન્ય એજન્સીને શેયર કરી શકશે નહીં. સુપ્રીમ કહ્યુ હતુ કે સીબીએસઇ, નીટ, યુજીસ  માટે આધાર જરૂરી છે પરંતુ સ્કુલમાં પ્રવેશ મેળવી લેવા માટે આધાર જરૂરી નથી.

રાજ્યો અનામતમાં પ્રમોશન આપી શકે

*    ૨૬મી સપ્ટેમ્બરના દિવસે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતા જેમાં એસસી-એસટીને પ્રમોશનમાં અનામતને લઇને સુપ્રીમ કોર્ટે આજે તેનો મહત્વપૂર્ણ ચુકાદો આપી દીધો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સીધી રીતે પ્રમોશનમાં અનામતને ન ફગાવતા કાયદાકીય નિષ્ણાંતોમાં ચર્ચા જોવા મળી રહી છે. આ જટિલ અને સંવેદનશીલ મામલાને રાજ્યો પર છોડી દેવામાં આવ્યો છે.

કલંકિત પ્રધાનો ચૂંટણી લડી શકે

*    ૨૫મી સપ્ટેમ્બરે કલંકિત નેતાઓ અને ગંભીર અપરાધિક મામલાના આરોપીઓને ચૂંટણી લડવાથી રોકવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે તેનો ઐતિહાસિક ચુકાદો આપી દીધો હતો. સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપા કહ્યું હતું કે, કલંકિત નેતાઓના ચૂંટણી લડવા પર તે પ્રતિબંધ મુકી શકે નહીં. કાનૂન બનાવવાનું કામ સંસદનું છે. સંસદ જ આના ઉપર પ્રતિબંધ મુકી શકે છે. સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપતા કહ્યું છે કે, ઉમેદવારોને પોતાના ઉપર રહેલા અપરાધિક કેસોના સંદર્ભમાં માહિતી આપવી પડશે. સાથે સાથે સંબંધિત રાજકીય પક્ષોને પણ ચૂંટણી મેદાનમાં ઉતરેલા ઉમેદવારોના સંદર્ભમાં તેમના બેકગ્રાઉન્ડ અંગે ઇન્ટરનેટ અને મિડિયા ઉપર માહિતી આપવી પડશે.

સાંસદો અને ધારાસભ્યો વકીલની પ્રેક્ટિસ કરી શકે

*    સુપ્રીમ કોર્ટે ૨૫મી સપ્ટેમ્બરે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યું હતું કે, સાંસદો અને ધારાસભ્યોને કેસ લડવાથી તે રોકી શકે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, બાર કાઉન્સિલમાં આ પ્રકારના નિયમ રહેલા નથી. સાંસદ અથવા ધારાસભ્ય બની ગયા બાદ પણ નેતાઓના વકીલ તરીકે પ્રેક્ટિસ કરવાને લઇને સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મુકવાનો ઇન્કાર કરી દીધો છે. ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, એમએસ ખાનવીલકર, ડીવાય ચંદ્રચુડની ત્રણ સભ્યોની બેંચે કહ્યું હતું કે, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં નેતાઓના કેસ લડવા ઉપર કોઇપણ પ્રકારની પ્રતિબંધ કરવાની જોગવાઈ નથી.

સજાતિય સંબંધ અપરાધ નથી

*    ૬ઠ્ઠી સપ્ટેમ્બરના દિવસે દેશમાં બે પુખ્તવયના લોકો વચ્ચે સજાતિય સંબંધ હવે અપરાધ નથી. ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયાના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ દ્વારા આ ઐતિહાસિક અને દુરગામી ચુકાદો આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી દેશભરમાં એક નવી ચર્ચા છેડાઈ ગઈ હતી. કેટલાક નિષ્ણાતોએ આને ઉદાર નિર્ણય ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, સમયની સાથે સુપ્રીમ કોર્ટે આ યોગ્ય ચુકાદો આપ્યો છે.

(12:00 am IST)