Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર ઇમરાન ખાનને ગેરકાયદે બાંધકામ બદલ પેનલ્ટી ચૂકવવા કોર્ટનો હુકમ :ઇસ્લામાબાદ ખાતે આવેલા નિવાસ સ્થાનમાં ગેરકાયદે બાંધકામ કર્યું હોવાની જાણ કરી રેગ્યુલરાઈઝ કરી આપવા કોર્ટને વિનંતી કરી હતી

ઇસ્લામાબાદ : ઇસ્લામાબાદમાં આવેલા પોતાના નિવાસ સ્થાનમાં કરેલા ગેરકાયદે બાંધકામ બદલ કોર્ટનું ધ્યાન દોરી તેને રેગ્યુલરાઈઝ કરવા માટે વિનંતી કરનાર તથા તે બદલ પેનલ્ટી ચૂકવવાનો હુકમ મેળવનાર ઇમરાનખાન પાકિસ્તાનના સૌપ્રથમ એવા પ્રાઈમ મિનિસ્ટર બન્યા છે કે જેમણે પોતે આ બાબતે કોર્ટનું ધ્યાન દોર્યું હતું જેથી કોર્ટએ તેઓને પેનલ્ટી ભરવાનો હુકમ કર્યો હતો.

(12:00 am IST)