Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

પ્રાકૃતિક ગેસના ભાવોમાં 10 ટકાનો વઘારો ઝીકાયો

નવી દિલ્હી :પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં આવેલા વધારા બાદ સરકારે પાકૃતિક ગેસના ભાવોમાં 10 ટકાનો વઘારો કરવાના આદેશ કરી દીધો છે. આ ભાવ વધારો 1 ઓક્ટોબરથી લાગુ કરી દેવામાં આવશે. સરકાર દ્વાર લેવાયેલા આ નિર્ણયથી વિજળી અને યુરિયાની ઉત્પાકતામાં ખર્ચ વધશે. પેટ્રોલિયમ મંત્રાલય અને પેટ્રોલિયમ યોજના વિશ્લેષણ અનુસાર, પ્રાકૃતિક ગેસના મોટા ભાગના ઉત્પાકોને આપવામાં આવતી કિંમતોમાં 3.6 ડોલર પ્રતિ 10 લાખ બ્રિટિશ થર્મલ યુનિટથી વધારીને 3.36 ડોલર કરી દેવામાં આવ્યો છે.

(7:10 pm IST)