Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

યમનમાં જેલ પર એરસ્ટ્રાઇક : 100થી વધુના મોત

હુથી બળવાખોરો ડ્રોન અને એક મિસાઇલ સંગઠિત કરતા હતા ત્યારે આ એર સ્ટ્રાઇક કરાઇ

યમનમાં લાંબા સમયથી ચાલી રહેલા આંતરવિગ્રહમાં રવિવારે એક જેલ પર થયેલી એર સ્ટ્રાઇકમાં 100થી વધુ જણ માર્યા ગયા હતા એવો દાવો આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસે કર્યો હતો.

યમનના લશ્કરી પ્રવક્તાએ એવો દાવો કર્યો હતો કે હુથી બળવાખોરો દ્વારા ચલાવાઇ રહેલા અભિયાન પર આ સ્ટ્રાઇક કરાઇ હતી. હુથી બળવાખોરો ડ્રોન અને એક મિસાઇલ સંગઠિત કરી રહ્યા હતા ત્યારે આ એર સ્ટ્રાઇક કરાઇ હતી.

બળવાખોરોએ એવો દાવો કર્યો હતો કે જે ઇમારતમાં કેદીઓ રાખવામાં આવ્યા છે એના પર આ એર સ્ટ્રાઇક થઇ ઙતી. રેડ ક્રોસના પ્રવક્તાએ કહ્યું કે યમનના ધામર શહેરમાં સેંકડોની સંખ્યામાં બોડી બેગ (એક પ્રકારની કફનપેટી) મોકલવામાં આવી હતી. ઉપરાંત મેડિકલ સહાય અને દવાદારુ પણ મોકલવામાં આવ્યાં હતાં.

રેડક્રોસના પ્રવક્તાએ એવો દાવો કર્યો હતો કે ખાલી પડેલી એક કૉલેજના મકાનમાં કેદીઓને રાખવામાં આવ્યા હતા. આ મકાન પર લશ્કરે એર સ્ટ્રાઇક કરી હતી.

(12:16 pm IST)