Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

મસૂરીનો કૈંપટી ફોલ પર્યટકોથી ઉભરાયો: દારૂ પીને ધમાલ કરનારા પાંચ ઝડપાયા

પોલીસે પાંચે ય નબીરાઓ સામે દંડાત્મક ચલણ ફાડયું

મસૂરી શહેરના ગજ્જી બેન્ડ પાસે દારૂ પીને ધમાલ કરવાનું પાંચ પર્યટકોને મોંઘું પડી ગયું છે. પોલીસે પાંચે ય નબીરાઓ સામે દંડાત્મક ચલણ ફાડયું છે. આ લોકોએ ગજ્જી બેન્ડ પાસે રોડ પર ખોટી રીતે ગાડી પાર્ક કરી અને બધા દારૂ પીને ધમાલે ચઢ્યા.

સ્થાનિક લોકોએ એમ નહિ કરવા સમજાવવાની કોશિશ કરી જોઇ તો તેઓ સારાસારનો વિવેક પણ ચૂકી ગયા અને બકવાસ કરવા લાગ્યા.

પોલીસને બનાવની માહિતી મળતાં પાંચે ય પર્યટકોને પોલીસ મથક ભેગા કરાયા. પોલીસ કોન્સ્ટેબલ રાજીવ રૌથાણે કહ્યું કે દારૂ પીને તોફાન-મસ્તી કરવા બદલ બેગમપુર, દિલ્હીનો રજનીશ, ઉપરાંત દિલ્હીનો જ અતુલ ગુપ્તા, તેમજ હરિયાણા સિરસાના અંશુલ, લલિત અને ઉદય સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી .

જનપદ તેહરી ગઢવાલના મુખ્ય પર્યટન-સ્થળ કૈંપટી ફોલ ખાતે રવિવારે પર્યટકોનો જમાવડો જોવા મળ્યો. પ્રવાસીઓએ ફોલમાં બિન્દાસપણે મસ્તી કરી. જો કે પોલીસે માસ્ક નહિ પહેરનારા તથા સોશ્યલ ડિસ્ટન્સ નહિ જાળવતા પર્યટકો સામે દંડનીય ચલણ પણ ફાડયા હતા 

કૈંપટી ફોલ ખાતે રવિવારે ફરવા પહોંચેલા 150 વાહનોમાંના 600 પર્યટકોએ મોજમઝા કરી. કૈંપટીના મુખ્ય સરોવર અને ફોલમાં આનંદ-પ્રમોદ કર્યા હતા .

પોલીસે કહ્યું કે માસ્ક વગરના 15, સોશ્યલ ડિસ્ટન્સનું પાલન નહિ કરવા બદલ 30, એમવી એકટના ઉલ્લંધન બદલ 8, જ્યારે પોલીસ એકટનો ભંગ કરનાર 2 જણ સામે ચલણ ફાડવામાં આવ્યા. શહેરના કુલડી, લંઢૌર સહિત વિભિન્ન વિસ્તારોમાં ઝુંબેશ ચલાવીને 65 પરિવારોની પૂછપરછ કરાઇ. ભાડૂઆતોની ઓળખસંબંધી કામગીરી નહિ કરાવનારા મકાનમાલિકો વિરૂધ્ધ પોલીસ એકટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી .

(1:07 am IST)