Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસને ફેલાવો રોકવા કેન્દ્ર એક્શનમાં : કેન્દ્રની નિષ્ણાંતોની ટીમ પહોંચી પૂણે

મહારાષ્ટ્રમાં જે સૌ પ્રથમ ઝીકા વાયરસનો કેસ નોંધાયો હતો એ મહિલાની તબિયત હાલ સારી : તેંમના પરિવારજનોને પણ કોઇ પણ પ્રકારનાં લક્ષણો નથી

>મુંબઈ : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસને ફેલાતો રોકવા માટે બહુ-વિભાગીય ટીમ મોકલી છે. આ ટીમ રાજ્યમાં ઝીકા વાયરસની સ્થિતિ પર નજર રાખશે અને ઝિકાના કેસોને પહોંચી વળવામાં રાજ્ય સરકારને મદદ કરશે. બીજી બાજુ, દેશમાં કોરોનાની ત્રીજી લહેરના ભય વચ્ચે રસીકરણ તેજ ગતિથી ચાલી રહ્યું છે. મંત્રાલયે સોમવારે એ પણ માહિતી આપી કે રાજ્યોની સરકારી અને ખાનગી હોસ્પિટલો પાસે 3.14 કરોડ કોરોનાની રસી ઉપલબ્ધ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ પુણે જિલ્લામાં ઝીકા વાયરસનો એક કેસ મળી આવ્યો છે. આ પછી કેન્દ્રએ ટીમ મોકલવાનો નિર્ણય કર્યો. અગાઉ કેરળમાં ઝીકા વાયરસના ઘણા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં જે સૌ પ્રથમ ઝીકા વાયરસનો કેસ નોંધાયો છે, તે મહિલાની તબિયત હાલ સારી છે, અને તેંમના પરિવારજનોને પણ કોઇ પણ પ્રકારનાં લક્ષણો નથી, આ 50 વર્ષીય મહિલાને ચિકનગુનિયા પણ હતો.
(10:05 pm IST)