Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

કુન્દ્રાની જામીનની અરજી કોર્ટે ફગાવીઃ ૭ ઓગસ્ટ સુધી રહેવું પડશે જેલમાં

મુંબઇઃ અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપમાં રાજ કુન્દ્રા હાલ જેલમાં છે પરંતુ શિલ્પા માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. રાજ કુન્દ્રાએ જામીન માટે અપ્લાય કર્યુ છે પરંતુ ૭ ઓગસ્ટ સુધી તેના જામિન ટાળી દેવામાં આવી છે. ૧૯ જુલાઇના રોજ રાજ કુન્દ્રાની ધરપકડ કરી લેવામાં આવી હતી. મહારાષ્ટ્ર સાયબર સેલમાં થયેલી ફરિયાદ બાદ રાજ કુન્દ્રાની ધરપકડ કરી લેવામાં આવી છે.

મહત્વનું છે કે, અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપમાં કુન્દ્રા વિરુદ્ઘ ગયા વર્ષે કેસ નોંધાયો હતો. જે બાદ રાજની પૂછપરછ પણ કરવામાં આવી હતી અને આ મામલો ક્રાઇમબ્રાંચના એડલ્ટ ફિલ્મ બનાવવાના રેકેટથી અલગ છે. ૨૭ જુલાઇના રાજ અદાલત દ્વારા રાજને ૧૪ દિવસની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. IPC ૨૪૦, ૩૪, ૨૯૨, ૨૯૩ સિવાય ઇન્ફોર્મેશન એકટની ધારાઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

રિપોર્ટ્સ અનુસાર, કુન્દ્રા વિરુદ્ઘ દ્યણા પુરાવા મળ્યા છે અને તેની સાથે કામ કરતા લોકોની પૂછપરછ હજુ કરવામાં આવી નથી. એક બાદ એક સ્ટેટમેન્ટ લેવામાં આવશે. અદાલતે કુન્દ્રાની જામીનની અરજીને રદ્દ કરી દીધી હતી.

(4:09 pm IST)