Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

IPO દ્વારા ૧ર કંપનીઓએ અધધ ર૭ હજાર કરોડ એકઠા કર્યા

વર્ષના પ્રથમ ૪ મહિનામાંજ

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં૧ર કંપનીઓ આઇપીઓમારફતે ર૭, ૦૦૦ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. બાકીના વર્ષ માટે આઇપીઓ પાઇપલાઇન ખુબ મજબુત છે. આ સિવાય અન્ય ચાર કંપનીઓ દેવયાની ઇન્ટરનેશનલ, વિન્ડલાસ બાયોટેક, ક્રિષ્ના ડાયગ્નોસ્ટિકસ અને એકસારો ટાઇલ્સ આસપીઓ ૪ ઓગસ્ટના રોજ ખુલવા જઇ રહ્યો છે.

સેન્કટમ વેલ્થ મોનેજમેન્ટના ઇકિવટી હેડ હેમાંગ કપાસીએ જણાવ્યું હતું કે બાકીના વર્ષમાં લગભગ ૪૦ આઇપીઓ આવી શકે છે. આનાથી ૭૦,૦૦૦ રોડ એકત્ર કરવાની અપેક્ષા રાખે છે. આ સાથે, મોટી સંખ્યામાં રિટેલ રોકાણકારોની બ્રાન્ડ સ્ટોક એકચેન્જોમાં સુચિબધ્ધ થશે. ઇન્વેસ્ટ ૧૯ ના સ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) કુશાલેન્દ્રસિંહ સેંગરે જણાવ્યું હતું કે ''નાણાકીય વર્ષ દરમિયાન Paytm, Mobikwik, Policy Bazaar, Cartrade Tech, Delnivery અને Nykaa  ના IPO ને કારણે રોકાણકારો વ્યસ્ત રહેશે.

તેમણે કહ્યું કે શેરબજારોમાંં મજબુત તેજીને કારણે કંપનીઓ આઇપીઓ રૂટ દ્વારા ભંડોળ એકત્ર કરવાને પ્રાથમિકતા આપી રહી છે. કંપનીઓ વેલ્યુએશનમાં તેનો હિસ્સો વેચવાને કારણે, પ્રમોટર્સે પ્રારંભિક ્યઉઃ: માટે સિકયોરિટીઝ એન્ડ એકચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) નો પણ સંપર્કકર્યો છે દસ્તાવેજો સબમિટ કરી રહ્યા છે.

ડેટા વિશ્લેષણ મુજબ, ૧ર કંપનીઓએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિના, એપ્રિલ-જુલાઇ દરમિયાન આઇપીઓ માફરતે રૂ.ર૭,૦પર કરોડ એકત્ર કર્યા છે. આ ઉપરાંત, પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા પ્રાયોજીત પાવર ગ્રીડ ઇન્વીટ દ્વારા આઇપીઓ દ્વારા રૂ.૭,૭૩પ કરોડ એકત્ર કરવામાં આવ્યા છે. ર૦ર૦-ર૧ પુર્ણ થયા પહેલા નાણાકીય વર્ષમાં ૩૦ કંપનીઓએ આઇપીઓ મારફતે ૩૧,ર૭૭ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.

નાણાકીય વર્ષ ૦૧૯-ર૦ મં ૧૩ કંપનીઓએ આઇપીઓ મારફતે ર૦,૩પર કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.તે જ સમયે, ૧૪ કંપનીઓએ ર૦-૧૮-૧૯ માં આઇપીઓમાંથી ૧૪પ૭૧૯ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮માં ૪પ આઇપીઓ મારફતે કુલ ૮ર,૧૦૯ કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા.

(4:06 pm IST)