Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

ચોથા સીરો સર્વેના વિશ્લેષણમાં ચોંકાવનારૂ તારણ

દેશમાં કોરોનાનો એક કેસ નોંધાયો પરંતુ અન્ય ૩૦ની જાણકારી મળી જ નહીં

નવી દિલ્હી તા. ૨ : સ્વતંત્ર મહામારી વિજ્ઞાનીડો. ચંદ્રકાન્ત લહરીયા દ્વારા ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદનો ચોથો સીરો સર્વેના વિશ્લેષ્ણમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં કોરોનાનો એક કેસ નોંધાવાની સાથે ૩૦ કેસ એવા રહ્યા જેનાઅંગે જાણકારીમળી નહીઅથવા તો નોંધવામાં આવ્યો નથી.

લોક સ્વાસ્થ્ય વિશેષજ્ઞએટ્વીટર પર એ વિશ્લેષણ શેર કર્યું જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં પ્રત્યેક કેસ પર કેટલા એવા કેસ હતા જે અંગે માલુમ પડ્યું નથી. જોકે તેઓએસ્પષ્ટતા કરી કે તેનો અર્થ એ નથી કે આવું જાણીજોઈને કરવામાં આવ્યું. પરંતુ આ રોગ નિગરાની પ્રણાલીના પ્રદર્શન અને મામલાથી નિપટવામાં રાજયમાં પગલાને દર્શાવે છે.

લહરીયાએ કહ્યું, અનેક કેસ લક્ષણવાળા હતા, જેનાથી તે અંગે જાણ થઇનથી. જો યોગ્ય રીતે જાણકારી મેળવી હોત તો લક્ષણવાળા મામલા અંગે પણ જાણકારી મળી ગઈ હોત. આ તથ્યથી પરિલક્ષિતહોય છે કે કેટલાક રાજયોએ અન્ય સરખામણીએ યોગ્ય પ્રદર્શન કર્યું છે કારણકે તેઓરાજયોની સરખામણીમાં વધુ કેસ જોવા સામે આવી શકયા છે.

સીરો સર્વેમાંવ્યકિતના શરીરમાં એન્ટિબોડી અંગેની જાણકારી મળી શકે છે. આ એન્ટિબોડી અથવા તો સંક્રમણ દ્વારા અથવા રસી દ્વારા તૈયાર થાય છે. જોકે લહરીયાએકહ્યું કે રાજય અને જિલ્લા સ્તર પર સર્વેક્ષણ એક વધુ સટીક તસ્વીર પ્રદાન કરશે અને સરકારને તત્કાલ આ પ્રકારના સર્વેક્ષણની યોજના બનાવી જોઈએ.

(12:24 pm IST)