Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

જમ્મુ-કાશ્મીરના સાંબા સેક્ટરમાં 4 શંકાસ્પદ ડ્રોન જોવા મળતા ખળભળાટ

ઘૂસપેઠમાં નાકામ રહ્યા બાદ પાકિસ્તાન પોતાની હરકતો છોડતું નથી

શ્રીનગર :  જમ્મુ-કાશ્મીરમાં ફરી એક વખત હવાઈ ડ્રોન જોવા મળ્યા છે. સાંબા સેક્ટરમાં 4 શંકાસ્પદ ડ્રોન જોવા મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

 જમ્મુ-કાશ્મીરના આર્મી કેમ્પસમાં રાત્રિના 9.30 કલાકની આસપાસ હવાઈ ડ્રોન ઉડતા જોવા મળ્યા હતા. જોકે, આ ડ્રોન 500 મીટરની ઉંચાઈએ ઊડી રહ્યા હતા. જમ્મુ-કાશ્મીરના પોલીસના જવાનોએ બ્રહ્મનાના બીરપુર, બિસ્નાહ રોડ પર 157 ટીએ કેમ્પની પાસે ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં બ્રહ્મના પેટ્રોલ પંપની પાસે ડ્રોન જોયા હતા. પરંતુ જવાનોએ ફાયરિંગ કર્યું ન હતું. જોકે, આ ડ્રોન રેન્જની બહાર ઉડી રહ્યા હતા. પોલીસકર્મીઓએ આ સમયે આર્મી જવાનો પાસે મદદ માંગી હતી. ઘૂસપેઠમાં નાકામ રહ્યા બાદ પાકિસ્તાન પોતાની હરકતોને છોડી રહ્યું નથી. જમ્મૂ કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનાથી ડ્રોનની ગતિવિધિને વેગ આપ્યો છે. જેના ભાગરૂપે 4 ડ્રોન જમ્મુના સાંબામાં ગત રવિવારની રાત્રિએ જોવા મળ્યા હતા. જોકે, આ પહેલા શનિવારે પણ 3 ડ્રોન જોવા મળ્યા હતા.

(11:46 am IST)