Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

મુંબઈમાં લાલબાગ ચા રાજાની થશે સ્થાપના : દર્શન ઓનલાઇન જ કરવા પડશે

ભકતોને મંડળમાં આવીને દર્શન કરવાની મંજૂર નથી: લાલાબાગ ચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળે ગણેશોત્સવની ઊજવણી કરવાનો નિર્ણય લીધો

મુંબઈ : કોરોના મહામારીને પગલે ગયા વર્ષે મુંબઈના અનેક મંડળોએ ગણેશોત્સવની ઊજવણી રદ કરી હતી. જેમાં મુંબઈના જ નહીં પણ દેશ-વિદેશમાં પણ માનતા પૂરી કરવા માટે જાણીતા લાલબાગ ચા રાજાનો પણ સમાવેશ થાય છે. આ વર્ષે જોકે લાલાબાગ ચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળે ગણેશોત્સવની ઊજવણી કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ ભકતોને લાલબાગ ચા રાજાના દર્શન ઓનલાઈન જ કરવા મળશે.
લાલબાગ ચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના અધ્યક્ષ બાળાસાહેબ કાંબળેએ જણાવ્યું હતું કે મંડળે કોરોના મહામારીને પગલે ગયા વર્ષે ગણેશોત્સવની ઊજણી રદ કરવામાં આવી હતી. આ વર્ષે જોકે અમે ગણેશમૂર્તિની સ્થાપના કરવાના છીએ. પરંતુ ભકતોને મંડળમાં આવીને દર્શન કરવાની મંજૂર નથી. ભકતો લાલાબાગ ચા રાજાના ઓનલાઈન દર્શન કરી શકશે

(11:32 am IST)