Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

દેશના દરેક પોલીસ સ્ટેશનમાં' મફત કાનૂની સહાય સેવા ' વિશે માહિતી આપતા ડિસ્પ્લે બોર્ડ હોવા જોઈએ : હરિયાણા લીગલ સર્વિસીસ ઓથોરિટી (HLSA) આયોજિત કાર્યક્રમમાં ન્યાયમૂર્તિ યુ.યુ.લલિતનું ઉદબોધન

હરિયાણા : તાજેતરમાં હરિયાણા લીગલ સર્વિસીસ ઓથોરિટી (HLSA) આયોજિત કાર્યક્રમમાં નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી (NALSA) ના કાર્યકારી અધ્યક્ષ ન્યાયમૂર્તિ  યુ.યુ.લલિતએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે દેશના દરેક પોલીસ સ્ટેશનમાં' મફત કાનૂની સહાય સેવા ' તથા '' મફત કાનૂની સહાય અધિકાર ' વિષે માહિતી આપતા ડિસ્પ્લે બોર્ડ હોવા જોઈએ .
તેમણે કહ્યું હતું કે આ બોર્ડનો હેતુ એ છે કે આરોપીઓને પણ પોતાનો બચાવ કરવાની વિનામૂલ્યે તક મળે. તેમણે આ પ્રસંગે  ' મફત કાનૂની સહાય સેવા ' તથા '' મફત કાનૂની સહાય અધિકાર ' વિષે માહિતી આપતા પોસ્ટર અને વિડીઓનું પ્રસારણ કર્યું હતું.

આ તકે તેઓએ દેશભક્ત લોકમાન્ય તિલકને 1890 ની સાલમાં આ અંગે મળેલી સેવાઓનો ઉલ્લેખ કર્યો હતી.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(11:17 am IST)