Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

કોરોના રસી ન લેનારા લોકો જ થાય છે મોટા ભાગે સંક્રમિત

રસી એક ડોઝ લીધો હોય તો પણ ગંભીર સંક્રમણ નથી થતુ બન્‍ને ડોઝ લેનારાઓમાં સંક્રમણ અત્‍યંત ઓછુ બન્‍ને ડોઝ લેનારાઓને મોટા ભાગે હોસ્‍પિટલમાં દાખલ નથી થવું પડતું

નવી દિલ્‍હી,તા. ૨ : કોરોનાની ત્રીજી લહેરનો ભય વ્‍યકત કરાઇ રહ્યો છે. કેન્‍દ્ર સરકાર રસીકરણ પર ખાસ ધ્‍યાન આપી રહી છે. જુલાઇ મહિનામાં ૧૩ કરોડથી વધુ લોકોનું રસીકરણ કરાયું છે. ખરેખર તો, કોરોના મહામારી સામેની લડાઇમાં રસી એક મહત્‍વપૂર્ણ હથિયાર છે. દૈનિક જાગરણ દ્વારા ઝારખંડ, મધ્‍યપ્રદેશ, બિહાર અને ઉત્તર પ્રદેશના કાનપુર જીલ્લામાં કરાયેલ એક તપાસ અનુસાર, છેલ્લા થોડા સમયમાં આ મહામારીથી સંક્રમિત થનારાઓમાં મોટા ભાગના એવા લોકો છે જેમણે રસીનો એક પણ ડોઝ નથી લીધો. રસીના બન્‍ને ડોઝ લીધા પછી પણ સંક્રમિત થનારા દર્દીઓની સંખ્‍યા અત્‍યંત ઓછી છે. તેનાથી સ્‍પષ્‍ટ થાય છે કે રસી મુકાવવી એ કોરોના સંક્રમણથી બચવાનો કારગત ઉપાય છે.

જો આંકડાઓ જોવામાં આવે તો ઝારખંડમાં હાલમાં ૨૭૦ સંક્રમિત દર્દીઓ છે. તેમાંથી ૮૯ દર્દીઓએ રસી નથી મુકાવેલી. જાગરણે સંક્રમિત થયેલ દર્દીઓને પુછયુ તો જાણવા લેનારા ગણ્‍યા ગાંઠયા લોકો જ સંક્રમિત થયા હતા. જેણે એક ડોઝ પણ લીધો હોય તેમને ગંભીર સંક્રમણ નથી થયું. બન્‍ને ડોઝ લીધા હોય અને સંક્રમણ થયું હોય તેવા ફકત ત્રણ ટકા હતા. એક ટકાથી પણ ઓછા આવા દર્દીઓને હોસ્‍પિટલમાં જવું પડયું હતું. બાકીના હોમ આઇસોલેશનમાં છે.

નિષ્‍ણાંતો માને છે કે વધુમાં વધુ રસીકરણ દ્વારા જ આપણે સુરક્ષિત બની શકીશું. ઝારખંડમાં સૌથી વધારે દર્દીઓ રાંચીમાં મળ્‍યા. કુલ ૪૯ દર્દીઓમાંથી ફકત પાંચ દર્દીઓએ રસીનો પહેલો ડોઝ લીધો હતો. તેમાંથી કોઇ દર્દીએ બન્‍ને ડોઝ લીધેલ ન હોતો. મધ્‍યપ્રદેશમાં ૫૪ ટકા લોકોએ નવી લીધી રસી, જ્‍યારે ૨૪ ટકાએ પહેલો ડોઝ લીધો છે. ૧૨ ટકા દર્દીઓ એવા હતા જેમણે બન્‍ને ડોઝ લીધા છે.

(11:01 am IST)