Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

લોકલાડીલા-પ્રજાવત્‍સલ-સંવેદનશીલ-પારદર્શી-કર્મઠ એવા માનનીય મુખ્‍યમંત્રી

શ્રી વિજયભાઇ રૂપાણીને જન્‍મદિવસની ખૂબ-ખૂબ શૂભેચ્‍છાઓઃ નિવાસે અભિનંદન આપવા લોકો ઉમટયા

જિવેત શરદઃ શતમ્‌

રાજકોટ : ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આજે પોતાનો જન્‍મદિવસ પોતાના હોમટાઉન રાજકોટમાં મનાવી રહ્યા છે. આજે તેઓ પોતાના જીવનના ૬૫ વર્ષ પૂરા કરી ૬૬માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. પ્રજાના સેવક અને કોમનમેન તરીકેની છાપ ધરાવતા શ્રી વિજયભાઇ રૂપાણી આજે પોતાનો જન્‍મદિવસ પણ પ્રજાહિતલક્ષી કાર્યોને સમર્પિત કરી રહ્યા છે. મુખ્‍યમંત્રીએ સીએમ-કોમનમેન તરીકેની પોતાની આગવી ઓળખ સૌના હૃદયમાં ઉભી કરી છે. તેઓ પ્રજાહિતના કામો દ્વારા અને આપત્તિના સમયે પ્રજાની પડખે ઉભા રહી સામાન્‍ય માનવીની રોજી-રોટીની ચિંતા કરનારા સંવેદનશીલ વ્‍યક્‍તિ તરીકે તેઓ પ્રજાના માનસમાં લોકપ્રિય છે. તેઓ આજે પોતાનો જન્‍મદિવસ પણ આવા જ પ્રજાહિત અને પ્રજાકિય કામોની સંવેદના સાથે તેમજ વિપદાની વેળાએ લોકોની પડખે રહીને મનાવતા આવ્‍યા છે. આજે તેમના જન્‍મદિવસે તેમના ઉપર શૂભકામનાઓનો વરસાદ વરસી રહ્યો છે. સવારથી જ તેમના નિવાસસ્‍થાને ભાજપના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્‍યામાં તેમને શૂભેચ્‍છાઓ આપવા ઉમટી પડયા હતા. આજે દિવસભર રાજકોટમાં તેમના વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમોની વણઝાર છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(10:59 am IST)