Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

૧૫ ઓગસ્‍ટની રજામાં ફરવા જવું મોંઘું પડશે : અમદાવાદ-ગોવાની વન વે ટિકિટના ભાવમાં ત્રણ ગણો વધારો

અન્‍ય રાજયોથી ગોવા આવનારા માટે ૭૨ કલાક સુધીનો આરટીપીસીઆર નેગેટિવ ટેસ્‍ટ ફરજીયાત છે

પણજી,તા.૨: રજાઓમાં ગોવા જવા માટે આયોજન કરી રહ્યા હોય તો. સામાન્‍ય દિવસોની સરખામણીએ ચૂંકવવું પડશે ત્રણ ગણું વધુ વિમાની ભાડું. કેમકે, અમદાવાદ-ગોવાનું વન-વેની ટિકીટની કિંમત ૧૩ હજારને પાર થઇ ગઈ છે. અમદાવાદ-ગોવાનું વન-વે વિમાની ભાડું સામાન્‍ય દિવસોમાં ૩૫૦૦ રૂપિયાની આસપાસ હોય છે. પરંતુ ૧૫ ઓગસ્‍ટની રજાઓ દરમિયાન વન-વે ટિકિટ હવે ૧૩ હજારની નજીક પહોંચવામાં છે.

અન્‍ય રાજયોથી ગોવા આવનારા માટે ૭૨ કલાક સુધીનો આરટીપીસીઆર નેગેટિવ ટેસ્‍ટ ફરજીયાત છે. ગોવાના રીસોર્ટમાં પણ સામાન્‍ય દિવસોની સરખાણીએ ૧૦થી ૨૦ ટકાનું ભાડું વધારે જોવા મળી રહ્યું છે.

૧૪ ઓગસ્‍ટના રોજ બીજો શનિવાર છે એટલે કે રજા છે. આ કારણે લોકો ૧૩ ઓગસ્‍ટે રજા મુકીને એર ટિકિટ બૂક કરાવવાનું શરૂ કરી દીધું છે. એપ્રિલ-મે દરમિયાન કોરોનાના કેસ ખૂબ જ વધારે હતા એટલે લોકો ઉનાળાના વેકેશન દરમિયાન બહાર ફરવા જઇ શક્‍યા નહોતા. હાલમાં કેસ ઓછા છે એટલે અનેક પર્યટન સ્‍થળો હાઉસફૂલ જોવા મળે છે.

ગોવામાં વેક્‍સિનથી સુરક્ષિત હોય તેવી વ્‍યક્‍તિને આરટીપીસીઆર ટેસ્‍ટ રીપોર્ટ વિના જ પ્રવેશ આપવા પણ ગોવા સરકાર વિચારણા કરી રહી છે. કોરોનાના કેસ નિયંત્રણમાં રહ્યા તો આગામી ૮ ઓગસ્‍ટ સુધીમાં અમદાવાદ-ગોવાનું એરફેર ૧૫ હજારને પાર થાય તેની પણ સંભાવના છે.

(10:15 am IST)