Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

કર્ણાટકના ન્યાયતંત્રે છેલ્લા 5 માસમાં 4 વખત મીડિયા ગૃહો ઉપર રોક લગાવી : રાજકીય આગેવાનોની માનહાની થાય તેવા સમાચારો પ્રસારીત કરવા ઉપર પ્રતિબંધ મુક્યો : મોટા ભાગના આગેવાનો સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના

કર્ણાટક : સર્વોચ્ચ અદાલતે બંધારણની કલમ 19 હેઠળ 6 મે ના રોજ જાહેર કરેલા મીડિયાના વાણી સ્વાતંત્ર્ય તથા કોર્ટ કાર્યવાહી ,તેમજ ન્યાયધીશ દ્વારા કરાયેલી  મૌખિક ટિપ્પણી પ્રસારિત કરી શકવા અંગે 31 પાનાના ઓર્ડરમાં સ્પષ્ટતા કરી છે.

સામે પક્ષે કર્ણાટકના ન્યાયતંત્રે છેલ્લા 5 માસમાં 4 વખત મીડિયા ઉપર રોક લગાવી રાજકીય આગેવાનોની માનહાની થાય તેવા સમાચારો પ્રસારીત કરવા ઉપર પ્રતિબંધ મુક્યો છે. જેમાં મોટા ભાગના આગેવાનો સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના હોવાનું જોવા મળ્યું છે.

જેમાં સેક્સ કૌભાંડ સીડી મામલે 6 માર્ચના રોજ બીજેપીના 6 મિનિસ્ટરો વિરુદ્ધ તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવા સમાચારો પ્રસારિત કરવા બદલ 67 મીડિયા ગૃહો ઉપર પ્રતિબંધ મુક્યો છે.ઉપરાંત જુલાઈના પ્રથમ સપ્તાહમાં કેન્દ્રીય મિનિસ્ટર સદાનંદ ગૌડા વિરુદ્ધ કોઈ ખોટા કે તથ્ય વિનાના સમાચારો પ્રસારિત ન થાય તે જોવા આદેશ કર્યો છે.તેમજ ધારાસભ્ય રેણુકાચાર્ય વિષે પણ ઉપર મુજબ જ આદેશ અપાયો છે . ઉપરાંત કોવિદ -19 કેસમાં બીજેપી એમએલએ સતીશ રેડ્ડી વિરુદ્ધ સમાચારો ઉપર પ્રતિબંધ સહીત જુદા જુદા મીડિયા ગૃહોને છેલ્લા 5 માસમાં જુદા જુદા 4 કેસમાં ઉપર મુજબના આદેશો અપાયા  હોવાનું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(10:13 am IST)