Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

સંસદની કાર્યવાહીમાં અવરોધ : દેશને ગઇ રૂા. ૧૩૩ કરોડની ખોટ

નવી દિલ્‍હી,તા. ૨ : સંસદમાં હાલ ચાલી રહેલા ચોમાસુ સત્રમાં કેન્‍દ્ર સરકાર અને વિરોધ પક્ષ વચ્‍ચે અમુક મુદ્દે ભારે મતભેદ સર્જાતા અને એને કારણે મડાગાંઠ સર્જાતા કાર્યવાહીનો ઘણો ખરો ભાગ ખોરવાઇ ગયો છે. આને કારણે દેશની તિજોરીને રૂા. ૧૩૩ કરોડની ખોટ ગઇ છે. પેગાસસ જાસૂસી વિવાદ, ખેડૂત કાયદા સહિત અનેક મુદ્દાઓ પર કેન્‍દ્ર સરકારના વલણ સામે વિરોધ પક્ષોએ ભારે વિરોધ નોંધાવ્‍યો છે.

આ મડાગાંઠ માટે સરકાર અને વિપક્ષ એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે. ચોમાસુ સત્રમાં અત્‍યાર સુધીમાં ૮૯ કલાકો વેડફાઇ ગયા છે. ગૃહમાં નિર્ધારિત સમય કરતા માત્ર ૨૧ ટકા કાર્યવાહી ચાલી રહી છે. જ્‍યારે લોકસભામાં તો માત્ર ૧૩ ટકા જ કામકાજ થઇ શકયું છે. ચોમાસુ સત્ર ગઇ ૧૯ જુલાઇથી શરૂ થયું છે અને ૧૩ ઓગસ્‍ટ સુધી ચાલવાનું છે.

(10:12 am IST)