Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૨૨૦

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

પવીત્રતા જાળવી રાખો

મારૂ એવુ માનવુ છે કે તમારૂ કામ અને તમારા પ્રેમને અલગ રાખવા જ સારા છે તેઓ એક સાથે ચાલી નથી શકતા તમારા કામની સમસ્‍યાઓ તમારા પ્રેમ ઉપર અસર કરશે અને તમારા પ્રેમની સમસ્‍યાઓ તમારા કામ ઉપર અસર કરવાના શરૂઆત કરશે તેથી અસર બેવડાઇ જશે પ્રેમની પોતાની જ એક દુનીયા છે તેને બીજી કોઇ વસ્‍તુ સાથે ના ભેળવો તે પહેલેથી જ જટીલ છે. બન્‍ને વસ્‍તુઓ અલગ રાખો જેથી તમારૂ કામ સહેલુ થઇ જશે અને તમારો પ્રેમ સરળ થઇ જશે.

પતી અને પત્‍ની ચોવીસ કલાક સાથે  ના રહી શકે તે અઘરૂ છે આપણે રસ ગુમાવી દેશુ તમને પોતાના માટે કોઇ જગ્‍યા નહી મળે તમે એકબીજા ઉપર છવાઇ જશો અને વહેલુ કે મોડુ તે તનાવ બની જશે.

વ્‍યકિતની પવીત્રતા જાળવી રાખવી વધારે સારૂ છે. દરેક વ્‍યકિતની પોતાની એક આંતરીક જગ્‍યા હોય છે. તેને અમુક સમયે મળવુ સારૂ છે. કયારેક કયારેક મળવુ સારૂ છે તેથી મળવામાં આનંદ આવશે જે વ્‍યકિત ચોવીસેય કલાક સાથે રહે તેને આપણે ભૂલવા લાગીએ છીએ તેથી અલગ કામ કરવુ જરૂરી છે. તેનાથી તમારી આત્‍મીયતા વધશે.

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(10:07 am IST)