Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

રાજ કુન્દ્રાની કંપનીએ મારી પાસે ન્યૂડ ઓડિશન માંગ્યુ હતું

ટીવી એક્ટ્રેસ ઝોયા રાઠોરનો ખુલાસો : ટીવી એક્ટ્રેસ ઝોયા રાઠોરે કહ્યું કે, ઈરોટિક ફિલ્મો બનવતી ઈન્ડસ્ટ્રીમાં છોકરાઓનું પણ શોષણ થાય છે

મુંબઈ, તા.૧ : પોર્ન ફિલ્મો બનાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા બિઝનેસમેન રાજ કુન્દ્રા અને તેના સહયોગી કહેવાતા ઉમેશ કામત પર રોજે રોજ નવા આરોપો સામે આવી રહ્યાં છે. ટીવી એક્ટ્રેસ ઝોયા રાઠોરે પણ પોતાનો અનુભવ જાહેર કર્યો છે. તેણે કહ્યું કે, તે રાજ કુન્દ્રાને તો ક્યારેય નથી મળી પણ એક વાર ઉમેશ કામતે તેને હોટશોટ્સ એપ માટે ન્યૂડ ઓડિશન આપવા કહ્યું હતું. ઝોયાએ આમ કરવાથી ઈનકાર કર્યો હતો.

ઝોયાએ આગળ જણાવ્યું કે, રાજ કુન્દ્રાને ક્યારેય મળી નથી અને ક્યારેય તેની સાથે વાત પણ કરી નથી. જો કે, તેમની ઓફિસેથી ઉમેશ કામતનો ફોન આવ્યો હતો. જેણે દાવો કર્યો હતો કે, તે હોટશોટ્સ સંભાળી રહ્યો છે. તેમાં મને મોટો બ્રેક આપવા માગે છે. એના માટે મારે વિડીયો કોલ પર ન્યૂડ ઓડિશન આપવું પડશે, પરંતુ મેં સ્પષ્ટ ના પાડી દીધી. આ વાત ઉમેશ કામતની ધરપકડ થઈ એના બે દિવસ પહેલાંની જ છે. આ સિવાય એક રોય નામનો વ્યક્તિ પણ સિંગાપુરથી કોલ કરી રહ્યો હતો. તેણે પણ મારી પાસે ન્યૂડ ઓડિશન માંગ્યું હતું. તેણે પણ મારી સામે હોટશોટ્સનું જ નામ લીધુ હતુ.

ઝોયાએ આગળ વાત કરતા કહ્યું કે, બધા લોકો રાજ કુન્દ્રાની સારી ઈમેજ અને બોલીવૂડમાં કનેક્શન હોવાથી તેને સારો બિઝનેસ ગણાવશે. મને ખબર નહોતી કે સાચી ગેમ શું છે, પરંતુ મેં કેટલાંક લોકો પાસેથી સાંભળ્યું હતું કે, રાજ કુન્દ્રા પોર્ન ઈન્ડસ્ટ્રીને બોલીવૂડ જેવી મોટી બનાવવા માગે છે. અમારા જેવા આર્ટિસ્ટ્સ આવા મોટા ખેલમાં માત્ર એક માધ્યમ જ હોઈએ છીએ. મારા જેવા લોકો પર પોર્ન સ્ટારનો થપ્પો લગાડી દેવામાં આવે છે.

ઝોયાએ કહ્યું કે, ઈરોટિક ફિલ્મો બનવતી ઈન્ડસ્ટ્રીમાં છોકરાઓનું પણ શોષણ થાય છે. જે લોકો પોતાની બોડી બતાવવામાં કન્ફર્ટ ના હોય તેઓને કામ મળતુ નથી. જે લોકો ન્યૂડ થવા માટે તૈયાર થઈ જાય તેઓને જ કામ મળે છે. કેટલાંક છોકરાઓ તો થિયેટર સાથે સંકળાયેલા છે અને કેટલાંક છોકારાઓએ તો સિરિયલમાં પણ કામ કર્યુ છે. તેઓને કહેવામા આવે છે કે જો તેઓ પોતાનો અંડરવીઅર નહીં ઉતારે અને પાછળથી ન્યૂડ શોટ નહીં આપે તો તેઓને કામ મળશે નહીં.

(12:00 am IST)