Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

18.61 કરોડ તુલસીપત્ર રામમંદિર માટે : સાધુ કોણ છે ? શું હોય છે સાધુતા ?

પરમ સાધુ એ હોય છે જે સમાજને રાહ બતાવે,જે કોઈ ભેદભાવ વગર સમાજના દરેક વર્ગને સમાનતાથી સ્વીકાર કરે,જેના માટે ધનવાન હોય,નિર્ધન હોય,સમાજ દ્વારા પેઢીઓથી તિરસ્કૃત ગણિકા હોય અથવા કિન્નર હોય,બધા એક સમાન હોય અને જે તમામનો સ્વીકાર કરે !!!

પરમ સાધુ એ હોય છે જે હંમેશા રાષ્ટ્ર હિત વિચારે છે અને દેશહિત માટે સદાય તત્પર રહે છે,

 આવા જ પરમ સાધુ પૂ,મુરારીબાપુ પોતાની વ્યાસપીઠના માધ્યમથી સદાય સમાજ હિત અને દેશ હિતના કાર્યો માટે સેવા માટે અગ્રેસર રહે છે

 આ શ્રુંખલામાં શ્રી રામ મંદિર નિર્માણના શુભારંભના અવસર પર પણ પૂ,મુરારીબાપુએ સરાહનીય પહેલ કરતા વ્યાસપીઠ અને વ્યાસપીઠના સમર્પિત ફ્લોવર્જ તરફથી જે રકમ પ્રદાન થઇ છે તુલસીપત્રના રૂપે પોતાના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામના ચરણોમાં સમર્પિત કરી છે,પૂ,બાપુના આહવાન પર તમામ ફલાવર્જ એ અત્યંત ઉત્સાહ સાથે આ શુભ પ્રસંગમાં પોતાની આર્થિક સેવા આપી

આ શુભ પ્રસંગમાં ભણીગણી પ્રદાન કરવા માટે પૂ,બાપુને સમસ્ત ફલાવર્જ તરફથી કોટી કોટી નમન

 

(11:32 pm IST)