Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર વચ્ચે યુએઈમાં રમાશે આઇપીએલ -2020:BCCI ને મંજૂરી : શેડ્યુલ જાહેર

પ્રથમ તબક્કામાં પ્રેક્ષકોને એન્ટ્રી નહિ અપાઈ: ખેલાડી અને સપોર્ટ સ્ટાફ માટે વિઝા પ્રક્રિયા શરૂ કરવા કહેણ

મુંબઈ : આજે BCCI ગવરનીંગ કાઉન્સિલ મીટીંગ મળી હતી જેમાં IPL ૨૦૨૦ નું શેડયુલ અને સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું.
IPL ને UAE (યુનાઈટેડ આરબ એમિરેટ)માં ૧૯ સપ્ટેમ્બર થી ૧૦ નવેમ્બર રમાશે. બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) ને ભારત સરકાર પાસે થી મંજૂરી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.
આ ટુર્નામેન્ટમાં ૧૦ ડબલ હેડર મેચ હશે, એટલે એક દિવસમાં બે મેચ રમાશે. જ્યારે સાંજના મેચ ભારત સમય અનુસાર સાંજે ૭.૩૦ કલાકે શરૂ થશે, જે પેહલા સાંજે ૮ વાગ્યે નો નિર્ધારિત સમય હતો.
પેહલા વાર ફાઈનલ વિકે એન્ડ પર નહિ રમાય. તમામ ટીમ ઓનરને એમીરેટ (UAE) માટે ખેલાડી અને સપોર્ટ સ્ટાફ માટે વિઝા પ્રક્રિયા શરૂ કરવા જણાવાયું. ૨૬ ઓગસ્ટના ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા ટીમ UAE પહોંચશે : ૫૭ દિવસના બદલે ૫૩ દિવસમાં રમાનાર IPL UAEમાં શારજાહ, આબુ ધાબી અને દુબઈમાં IPL રમાશે અને  ૨૪ પ્લેયરના સ્કવોડ ની ટીમ રહેશે
પ્રથમ તબક્કામાં પ્રેક્ષકોને એન્ટ્રી નહિ અપાઈ, પરંતુ બીજા તબક્કામાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને UAE સરકારની મંજૂરી સાથે પ્રેક્ષકો એન્ટ્રી મળી શકે છે.

(9:19 pm IST)