Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

આજનો અયોધ્યાનો પ્રવાસ રદ કરતા સ્વામી યોગી આદિત્યનાથ

આજે સવારે હનુમાન ગઢીમાં પુજાનો કાર્યક્રમ નક્કી થયેલ તે રદ થયો છે

લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો રવિવારે પહેલાથી જ નક્કી કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. CM યોગી અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે 5 ઓગસ્ટે આયોજિત ભૂમિ પૂજનના કાર્યક્રમની તૈયારીઓનો તાગ મેળવવાના હતા. જો કે આ પ્રવાસ છેલ્લી ઘડીએ ટાળવામાં આવ્યો છે.

CM યોગી વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરીને તૈયારીઓને આખરી ઓપ આપવા જરૂરી સૂચનો કરવાના હતા. આ ઉપરાંત હનુમાન ગઢીમાં રવિવારે પૂજાનો કાર્યક્રમ હતો. જેને સ્થગિત કરી દેવામાં આવ્યો છે.

આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રકાશ તિવારીએ જણાવ્યું કે, લૉકડાઉનના પગલે આ પૂજાના કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવ્યો છે. હવે આ પૂજા 4 ઓગસ્ટથી શરૂ થશે.

જણાવી દઈએ કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે 5 ઓગસ્ટે ભૂમિ પૂજન થવા જઈ રહ્યું છે. આ માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેવાના છે. આ માટે અયોધ્યામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભૂમિ પૂજન કાર્યક્રમ પહેલા રામ નગરીને સજાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ ભવ્ય કાર્યક્રમમાં 200 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

(3:30 pm IST)