Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

સંયુકત રાષ્ટ્ર સંઘમાં નેપાળે રજુ કરેલ નકશો ન ચાલ્યો : નેપાળ સરકારની નામોશી

ભારતના હિસ્સાવાળા સ્થળના ઐતિહાસિક પુરાવા ન હોવાથી રદ કર્યો

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર સંઘ (United Nations)એ કહ્યું છે કે અધિકૃત કામકાજ માટે સંસ્થા ન તો નેપાળનો વિવાદિત નક્શો સ્વીકારશે કે ન તો માન્યતા આપશે. હકીકતમાં નેપાળે આ વર્ષે જ નવો રાજનીતિક નક્શો તૈયાર કર્યો છે તેમા તેણે ભારતના હિસ્સાવાળા લિંપિયાધૂરા, લિપુલેખ, અને કાલાપાની વિસ્તારને નેપાળના ગણાવ્યાં છે. જ્યારે આ વિસ્તારો પર ભારતનો દાવો છે અને ભારત પહેલા જ સ્પષ્ટતા કરી ચૂક્યું છે કે તે આવા કોઈ નક્શાને સ્વીકારશે નહીં કે જેના ઐતિહાસિક પુરાવા ન હોય.

આ બાજુ સંયુક્ત રાષ્ટ્રએ પણ કહ્યું કે તે વહીવટીકામ માટે આ વિસ્તાર સંબંધિત ભારત, પાકિસ્તાન કે ચીનના નક્શાનો પણ ઉપયોગ નહી કરે. પ્રતિક્રિયામાં એમ પણ કહ્યું કે જ્યારે પણ નેપાળ આવા કોઈ મામલાને સદનમાં રજુ કરશે તો ફક્ટ કૂટનીતિક પ્રોટોકોલ જ સ્વીકાર કરાશે.

નેપાળ સરકાર જલદી પોતાના આ નવા સંશોધિત નક્શાને આંતરરાષ્ટ્રીય સમુદાયને મોકલવાની છે. જેમાં ભારતના વિસ્તારોને નેપાળમાં દર્શાવવામાં આવ્યાં છે અને આ જ સંદર્ભમાં ન્યૂયોર્ક સ્થિત વૈશ્વિક સંસ્થાનું આ નિવેદન ખુબ મહત્વનું ગણાઈ રહ્યું છે. જેમાં સ્પષ્ટ કરાયું છે કે તેમની વેબસાઈટ સુદ્ધામાં નેપાળના આ દાવાને કોઈ જગ્યા મળશે નહીં. હકીકતમાં તેનું કારણ એ છે કે યુએન પોતાના તમામ નક્શાને Disclamer સાથે બહાર પાડે છે અને યુએન મેપ્સ ડિસ્કલેમરમાં સ્પષ્ટપણે લખ્યું છે કે "નક્શામાં દેખાડવામાં આવેલી સરહદ અને લખાયેલા નામ તથા પદવી, સંસ્થા તરફથી કરાયેલો પ્રચાર નથી." ન તો એવા કોઈ પણ પ્રચારને યુએન સ્વીકાર કરે છે.

નવા નેપાળી નક્શામાં ભારતીય વિસ્તારો (Limpiyadhura), લિપુલેખ(Lipulekh), અને કાલાપાની(Kalapani)ને નેપાળમાં ગણાવાયા છે અને ભારત તેને ફગાવી ચૂક્યું છે. ભારતના કહેવા મુજબ આ અગાઉ કોઈ પણ નેપાળી નક્શામાં આ વિસ્તારો તેમની સીમામાં નહતાં, તેનાથી સ્પષ્ટ છે કે નેપાળની સરકાર કોઈના દબાણમાં આ કામ કરી રહી છે.

(3:29 pm IST)