Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

સુશાંતને ન્યાય અપાવવા અને કાવત્રામાંસામેલ બધાને ઓળખી કઢાશે : તપાસમાં જરાપણ કચાસ રખાશે નહિ : બિહાર પોલીસ વડાનો સ્પષ્ટ સંકેત

નવી દિલ્હી: બિહારના ડીજીપીએ કહ્યું કે અભિનેત્રી રિયા ચક્રવર્તી ક્યાં છે તેની જાણકારી તેમની પોલીસ હજુ પણ મેળવી શકી નથી. ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમે તેમની (રિયા) ભાળ મેળવી શકતા નથી. અમે તેમને શોધવાની કોશિશ કરી રહ્યાં છીએ. નોંધનીય છે કે રિયાનું નામ સુશાંત સિંહ રાજપૂત કેસ મામલે નોંધાયેલી એફઆઈઆરમાં છે.

બાજુ પટણાથી તપાસ મુંબઈ ટ્રાન્સફર કરવા માટેની રિયાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં 5મી ઓગસ્ટે સુનાવણી થશે. તેમને પૂછવામાં આવ્યું કે શું બિહાર પોલીસે રિયાને મળવાની કે તેની સાથે વાત કરવા માટે કોઈ નોટિસ મોકલી છે કે રિયા વિરુદ્ધ કોઈ લૂકઆઉટ નોટિસ જાહેર કરી છે. કે છી બિહાર પોલીસ તેની ધરપકડ કરવાની કોશિશ કરી રહી છે તો તેમણે કહ્યું કે 'હજુ પ્રાથમિક તપાસ છે.'

DGP કહ્યું કે તેઓ સુશાંત સિંહ રાજપૂતને ન્યાય અપાવવામાં કોઈ કસર બાકી રાખશે નહીં. મામલાની સીબીઆઈ તપાસની વધતી માગણી વચ્ચે પાંડેએ એમ પણ કહ્યું કે જ્યારે રાજ્ય પોલીસ કેસમાં તપાસ કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે તો કેન્દ્રીય એજન્સી પાસે તપાસ કરાવવાની માગણી કેમ? જો કે તેમણે કહ્યું કે જો રાજપૂતના પિતા બિહાર પોલીસની તપાસથી અસંતુષ્ટ હોય તો તેઓ સીબીઆઈ તપાસ માટે કહી શકે છે.

બિહાર પોલીસની ચાર સભ્યોની ટીમ રિયા ચક્રવર્તી અને અન્ય 6 વિરુદ્ધ પટણામાં FIRની તપાસ મામલે બુધવારથી મુંબઈમાં હાજર છે. રાજપૂતના પિતા કૃષ્ણકુમાર સિંહે પોતાના પુત્રની આત્મહત્યા માટે ઉક્સાવવાની ફરિયાદ મંગળવારે નોંધાવી હતી.

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્ય સરકાર અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે પણ કેસની તપાસને લઈને એકમત નથી. બધા વચ્ચે ભાજપના નેતા અને બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું.

સુશીલ મોદીએ કહ્યું કે રાજ્ય સરકાર સુશાંતને ન્યાય અપાવવા માટે કોઈ પણ હદે જશે. બાજુ ઠાકરેએ શુક્રવારે કહ્યું હતું કે તેઓ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે તપાસ કરવા માટે મુંબઈ પોલીસની દક્ષતા પર સવાલ ઉઠાવવાની કોશિશોની ટીકા કરે છે. પટણામાં બિહારના જળ સંસાધન મંત્રી અને નીતિશકુમારના નીકટના સંજયકુમાર ઝાએ કહ્યું કે મુખ્યમંત્રી અને તેમની સરકાર અભિનેતાના પરિવારને ન્યાય અપાવવા માટે પ્રતિબદ્ધ છે અને તેમના માટે દરેક પ્રકારના પગલાં ઉઠાવવામાં આવશે.

તેમણે કહ્યું કે જો રાજપૂત પરિવાર સીબીઆઈ તપાસની માગણી કરશે તો મુખ્યમંત્રી નિશ્ચિતપણ કાર્યવાહી કરશે. ઝાએ કહ્યું કે લોકો ઈચ્છે છે કે સત્ય બહાર આવે અને જે લોકો દોષિત ઠરે તેમને દંડ મળે.

શનિવારે બિહાર પોલીસની ટીમ બાન્દ્ર સ્ટેશને પહોંચી હતી. તેમને પૂછવામાં આવ્યું કે રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરાશે તો બિહાર પોલીસના અધિકારીએ જણાવ્યું કે હાલ તેની કોઈ જરૂર નથી પરંતુ તેમના પર અમારી નજર છે.

તપાસ ટીમમાં સામેલ એક સભ્યે કહ્યું કે સીઆરપીસીની સંબંધિત કલમો હેઠળ તેમણે રિયાને નોટિસ મોકલી છે અને તેમને પોલીસ તપાસમાં સહયોગ કરવાનું કહ્યું છે. મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે તપાસ ટીમે લોકોના નિવેદન લીધા છે. અત્યાર સુધી બિહાર પોલીસે અભિનેતાના મિત્રો, સહકર્મીઓ અને સંબંધીઓની મુલાકાત કરી છે. લોકોમાં વર્સોવામાં રહેતી રાજપૂતની બહેન, પૂર્વ મહિલા મિત્ર અંકિતા લોખંડે, એક રસોઈયો, તેમના મિત્રો અને સહકર્મીઓ સામેલ છે.

તેમણે કહ્યું કે પોલીસ ટીમ રાજપૂતના કર્મચારીઓની પૂછપરછ પણ થઈ શકે છે. અધિકારીએ કહ્યું કે તેમણે રાજપૂતના વિવિધ બેંક ખાતાઓની જાણકારી મેળવી અને નાણાકીય લેવડદેવડ માટે તેઓ બેંક પણ ગયાં.

(12:06 pm IST)
  • ગુજરાતમાં રોજગારી માટે છેડાયું : ઓનલાઇન આંદોલનઃ સી.એમ. કા જન્મ દિન બને રોજગાર દિન નવો હેશટેગ અપાયા : દિનેશ બાંભણીયાએ લીધી આગેવાની access_time 12:43 pm IST

  • આજે એક પછી એક મહાનુભાવો કોરોના પોઝિટિવના સાણસામાં સપડાતા જાય છે ,ગૃહમંત્રી અમિતભાઇ શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે,તોઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી કમલા રાણીનું કોરોનમાં આજે મૃત્યુ નીપજ્યું છે,હવે મળતા અહેવાલ મુજબ તામિલનાડુના ગવર્નર બનવારીલાલ પુરોહિત અને ઉ,પી,ના પ્રદેશ બીજેપી અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે access_time 6:20 pm IST

  • ગાંધીનગરના કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ access_time 7:50 pm IST