Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

ચીનની ગેમિંગ ઈન્ડસ્ટ્રીને મોટો ઝટકો : એપલે ચીની પ્લેટફોર્મથી હટાવી 29,000થી વધુ એપ

એપલે આ નિર્ણય ચીનના એપ એપ્રૂવલ લાઈસન્સમાં થઈ રહેલા ઘટાડાને કારણે લીધો

 

નવી દિલ્હી : જાણીતી ટેક્નોલોજી કંપની એપલે ચીની એપ સ્ટોર પરથી ઓછામાં ઓછી 29,800 એપ્સને હટાવી દીધી છે. રિસર્ચ ફર્મ કિમાઈના આંકડા મુજબ તેમાં 26,000થી વધારે ગેમિંગ એપ સામેલ છે. એપલે નિર્ણય ચીનના એપ એપ્રૂવલ લાઈસન્સમાં થઈ રહેલા ઘટાડાને કારણે લીધો છે. પહેલા કંપનીએ ચીની પ્લેટફોર્મ પર એપ અપટેડને પણ સસ્પેન્ડ કરી દીધી હતી.

નવા નિયમોમાં ગેમ ડેવલપર્સને ચીનના એપ સ્ટોરમાં પોતાની એપ અપલોડ કરવા પહેલા ચીની રેગ્યુલેટરથી એપ્રૂવલ લેવુ જરૂરી છે. એપલ ચાઈનાના માર્કેટિંગ મેનેજર ટોડ કુહન્સે કહ્યું 1 જુલાઈથી ચીની સરકારના નવા નિયમથી અમે પ્રતિ દિવસ ઘણી ગેમ એપ્સને પોતાના સ્ટોરથી હટાવી રહ્યા છે. અફસોસની વાત છે કે ચીન માત્ર વર્ષમાં લગભગ 1,500 ગેમ લાઈસન્સને મંજૂરી આપે છે અને પ્રક્રિયામાં 6થી 12 મહિના લાગે છે. જેનાથી એપને સ્ટોર સુધી અપલોડ થવામાં ઘણો સમય લાગી જાય છે. અમે 1 જુલાઈએ 1,571, 2 જુલાઈએ 1,805 અને 3 જુલાઈએ 1,276 ગેમ એપ્સને પોતાના સ્ટોર પરથી હટાવી છે.

(12:23 am IST)