Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

પંજાબમાં લઠ્ઠાકાંડમાં 87 લોકોના મોત : બે ડીએસપી અને 4 એસપી સહીત 7 આબકારી અધિકારી સસ્પેન્ડ

પંજાબ પોલીસેના 100થી વધુ જગ્યાએ દરોડા :પોલીસે 17 લોકોની ધરપકડ કરી

ચંડીગઢઃ પંજાબમાં નકલી દારૂ પીવાથી મૃત્યુ પામનારની સંખ્યા વધીને 87 થઈ છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કાર્યવાહી કરતા 2 ડીએસપી અને 4 એસએચઓની સાથે 7 આકબરી અધિકારીઓને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા છે. સાથે સીએમે શરાબ કાંડમાં મૃત્યુ પામનારના પરિવારજનોને 2 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. પંજાબ પોલીસે શનિવારે 100થી વધુ જગ્યાએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પોલીસે 17 લોકોની ધરપકડ કરી છે. 

 

પંજાબ પોલીસ પ્રમાણેવ નકલી દારૂ પીવાથી મોતના પહેલા પાંચ મામલા 29 જુલાઈની રાત્રે અમૃતસરના તારસિક્કાના તાંગડા અને મુચ્છલ ગામથી સામે આવ્યા હતા. ત્યારબાદ મૃત્યુ પામનારની સંખ્યા સતત વધી રહી છે. જાણકારી પ્રમાણે નકલી દારૂ પીવાથી સૌથી વધુ મોત તરણતારણમાં થયા છે. અહીં મૃત્યુ પામનારની સંખ્યા 42 પર પહોંચી ગઈ છે. જાણવા મળી રહ્યું છે કે જિલ્લાના સદર અને શહર વિસ્તારમાં મોટાભાગના મોત થયા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યુ કે, ઘણા પીડિતોના પરિવાર પોતાના નિવેદન નોંધાવવા માટે આગળ આવી રહ્યાં નથી. એક પોલીસ અધિકારીએ કહ્યુ કે, મોટાભાગના પરિવાર આગળ આવી રહ્યાં નથી અને કોઈ કાર્યવાહી ઈચ્છતા નથી. તેમાંથી ઘણાના તો પોસ્ટમોર્ટમ પણ થઈ રહ્યાં નથી. 

(12:00 am IST)