Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

ઈઝરાયલે ભારતમાં ચાર ટેકનિક પર શરૂ કર્યું ટ્રાયલ : 30 સેકન્ડમાં મળી જશે કોરોના રિપોર્ટ!

નવી ટેકનિકના ટ્રાયલમાં 10 હજાર લોકોનો બે વખત ટેસ્ટ કરવામાં આવશે

નવી દિલ્હી : ભારત સાથે મળી કોરોના વાયરસની તપાસ માટે રેપિડ ટેસ્ટ કિટ વિકસીત કરી રહેલા ઈઝરાયલ વૈજ્ઞાનીકોની ટીમે રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ટ્રાયલ શરૂ કરી દીધુ છે. ટ્રાયલ સફળ રહ્યું તો, માત્ર 30 સેકન્ડમાં કોરોના રિપોર્ટ મેળવી શકાશે. ઈઝરાયલ વૈજ્ઞાનિક 30 સેકન્ડમાં કોરોના વાયરસ સંક્રમણની ઓળખ કરવા માટે રામ મનોહર લોહિયામાં ચાર ટેકનિકનું મૂલ્યાંકન કરી રહ્યા છે.

કોરોના વાયરસના સંક્રમણની ઓળખ કરવા માટે અપનાવવામાં આવી રહેલી નવી ટેકનિકના ટ્રાયલમાં 10 હજાર લોકોનો બે વખત ટેસ્ટ કરવામાં આવશે. પહેલી વખતમાં ગોલ્ડ સ્ટાન્ડર્ડ મોલિક્યુલર આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ ઈઝરાયલી વૈજ્ઞાનિક આ ટેસ્ટની તપાસ કરશે. આ સિવાય સ્વેબ સેમ્પલ સંગ્રહ ટેકનિકથી અલગ આ ટેસ્ટમાં લોકોએ શ્વાસનળી જેવા ઉપકરણને ઝટકો આપવો પડશે અથવા બોલવું પડશે, જે ટેસ્ટ માટે નમૂનો હાશિલ કરવામાં મદદગાર સાબિત થશે.

 

(10:40 pm IST)