Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

મેક્સિકોએ મોતના મામલે બ્રિટનને પાછળ છોડી દીધું

વિશ્વના અનેક દેશોમાં વકરતો કોરોના : વિશ્વમાં ૧.૭૬ કરોડ કેસ : જાપાનના ઓકીનાવા ટાપુ પર ફરીથી કરફ્યૂ લાદી દેવાયો, ઈમરજન્સીની જાહેરાત

મેક્સિકો સિટી, તા. : વિશ્વમાં કોરોનાવાયરસના અત્યાર સુધી કરોડ ૭૭ લાખ ૫૪ હજાર ૧૯૦ કેસ સામે આવી ચૂક્યા છે. તેમાંથી કરોડ ૧૧ લાખ ૫૮ હજાર ૨૮૦ લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. મોતનો આંકડો લાખ ૮૨ હજાર ૮૮૫નો છે. મેક્સિકોમાં શુક્રવારે ૮૪૫૮ મોત થયા હતા. તે સાથે અહીં મોતનો આંકડો ૪૬ હજાર ૬૮૮ થઇ ગયો છે. હવે મોતના મામલે મેક્સિકોએ બ્રિટનને પાછળ છોડી દીધું છે. અમેરિકા અને બ્રાઝીલ બાદ સૌથી વધુ મોત મેક્સિકોમાં થયા છે અને તે વિશ્વમાં ત્રીજા નંબરે પહોંચી ગયું છે. બીજી તરફ, જાપાનના ઓકીનાવા આઇલેન્ડ પર ઇમરજન્સી લગાવવાની જાહેરાત કરવામા આવી છે. અહીં લોકોને એક અઠવાડિયા સુધી ઘરની બહાર નિકળવાનું કહેવામાં આવ્યું છે. અહીં શુક્રવારે ૭૧ નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની સંખ્યા ૩૯૫ થઇ ગઇ હતી. નવા કેસમાં ૨૪૮ કેસ અમેરિકાના નેવી બેઝના સૈનિકોમાં નોંધાયા છે. અમેરિકાના કેલિફોર્નિયામાં શુક્રવારે ૨૮૮ લોકોના મોત થયા હતા.

             એક દિવસમાં થયેલી મોતનો સૌથી મોટો આંકડો છે. છેલ્લા ૨૪ કલાકમાં હજાર ૬૦૦ નવા કેસ સામે આવ્યા હતા. હવે સ્ટેટમાં સંક્રમિતોનો આંકડો ૫૦ હજારથી વધુ અને મોતનો આંકડો હજારને પાર કરી ગયો છે. અમેરિકાનું ત્રીજું સૌથી વધુ સંક્રમિત રાજ્ય છે. સંક્રમણના મામલામાં ન્યૂયોર્ક પ્રથમ અને ફ્લોરિડા બીજા સ્થાને છે. દેશભરમાં શુક્રવારે ૧૪૫૩ લોકોના મોત થયા હતા. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને શુક્રવારે કહ્યુ કે દેશમાં અત્યારે પ્રતિબંધોમાં કોઇ રાહત આપવામા આવશે નહીં. અહીં શનિવારથી અમુક છૂટછાટ આપવામા આવે તેવી શક્યતા હતી. તેમણે કહ્યું કે પ્રતિબંધો આગામી બે અઠવાડિયા સુધી લાગૂ રહેશે. બ્રિટનના અમુક વિસ્તારોમાં નવા કેસ સામે આવ્યા બાદ નિર્ણય લેવામા આવ્યો છે. જોનસને કહ્યું કે આપણા દેશમાં સંક્રમણ અને મોતના કેસ ઓછા થયા છે. પરંતુ અમુક યુરોપના દેશોમાં આંકડા વધી રહ્યા છે. તેથી આપણે ખતરાથી બચવા તૈયાર રહેવું પડશે. બ્રાઝીલમાં ૨૪ કલાકમાં ૫૨ હજાર ૩૮૩ નવા કેસ સામે આવ્યા છે. સંક્રમિતોની સંખ્યા વધીને ૨૬ લાખ ૬૨ હજાર ૪૮૫ થઇ ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે દેશમાં મૃતકોની સંખ્યા ૯૨ હજાર ૪૭૫ થઇ ગઇ છે. અત્યારસુધી ૧૮ લાખથી વધુ દર્દી સ્વસ્થ થઇ ગયા છે. બ્રાઝીલ સંક્રમણ અને મોતના મામલે વિશ્વમાં અમેરિકા બાદ બીજા સ્થાને છે.

(7:51 pm IST)