Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

અયોધ્યાની દીવાલો પર રામચંદ્રજીના જીવન પ્રસંગોના અદ્ભુત ચિત્રો

રામ મંદિરના ભૂમિપૂજન પ્રસંગે પૂર્વે અયોધ્યા નગરી પુર્ણપણે રામમય બની ગઇ છે. યોગીજીની સરકારે અયોધ્યા પર ધ્યાન કેન્દ્રિત કરીને શહેરને ઝગમગાવી દીધું છે. અયોધ્યાની દીવાલો પર રામાયણના પ્રસંગો જીવંત થયા છે. રામચંદ્રજીના જીવન પ્રસંગોના અદ્ભુત - આબેહુબ - રંગબેરંગી ચિત્રો અયોધ્યાની  દીવાલો પર શોભી રહ્યા છે. આ  ચિત્રકલાની ઝલક માણો. પ્રથમ ચિત્રમાં કૌશલ્યા માતા સાથે બાળ રામચંદ્રજી નજરે પડે છે. બીજી તસ્વીરમાં પિતાશ્રી દશરથ રાજા સાથે રામચંદ્રજી અને અન્ય ભાઇઓ દર્શાય છે. ત્રીજી તસ્વીરમાં શ્રીરામ અને લક્ષ્મણજી, ભરતજી, શત્રુધ્નજી બાલ્યાવસ્થામાં ખેલતા નજરે પડે છે. ચોથી તસ્વીરમાં ગુરુદેવ પાસે ધનુર્વિદ્યા ગ્રહણ કરતા રામચંદ્રજી દર્શાય છે. પાંચમી તસ્વીરમાં રાક્ષસીનો વધ કરતા શ્રીરામ પરાક્રમી મુદ્રામાં નજરે પડે છે.

(3:41 pm IST)
  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે અત્યાર સુધીમાં સૌથી વધુ એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 51232 દર્દીઓ રિકવર થયા :મહારાષ્ટ્રમાં નવા કેસ કરતા સ્વસ્થ થનાર દર્દીની સંખ્યા વધુ : દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા મહારાષ્ટ્રમાં નવા 8601 કેસ નોંધાયા જયારે 10,725 દર્દીઓ સાજા થયા: તામિલનાડુમાં નવા 5879 કેસ સામે 7010 દર્દીઓ સાજા થયા અને આંધ્રપ્રદેશમાં નવા 9276 કેસ સામે 12,750 લોકોએ કોરોના સામે જંગ જીત્યો access_time 11:34 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર : છેલ્લા 24 કલાકમાં 54,865 કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 17,51,919 કેસ થયા :5,67,205 એક્ટિવ કેસ :કુલ 11,46,879 દર્દીઓ રિકવર થયા :વધુ 852 લોકોના મોત :મૃત્યુઆંક 37,403 થયો :મહારાષ્ટ્રમાં નવા 9601 કેસ : તામિલનાડુમાં 5879 કેસ : આંધ્રપ્રદેશમાં નવા 9276 કેસ: દિલ્હીમાં 1118 કેસ : કર્ણાટકમાં નવા 5172 કેસ :ઉત્તર પ્રદેશમાં 3587 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 2589 કેસ :બિહારમાં 3521 નવા કેસ, તેલંગાણામાં 2083 કેસ,રાજસ્થાનમાં 1160 કેસ અને આસામમાં 1457 નવા કેસ અને ઓરિસ્સામાં 1602 કેસ નોંધાયા access_time 12:42 am IST

  • એક સમયે ગુનેહગારોના હાજા ગગળાવતા કર્મઠ રિટાયર્ડ પોલીસ અધિકારી શ્રી સુખદેવસિંહજી ઝાલા, પોતાનું નિવૃતિ જીવન ગાયત્રી પરિવારના નિર્મળ સન્યાસી તરીકે વ્યતીત કરી રહ્યા છે. access_time 4:42 pm IST