Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

કોરોના મહામારીઃ સરકારે શું કરવું?

અનેક રોગોની દવા-રસીઓ છે જ, તો પણ રોગો થાય જ છેઃ કોરોનામાં પણ એવું જ બનશે

વોશિંગ્ટન તા.૧ : હાર્વર્ડ યુનિવર્સિટીના એડમન્ડ જે સાફ્રા સેન્ટર ફોર એથિકસના ડાયરેકટર ડેનીયલ એલેને કોરોના મહામારી સામે લડવાનો એક પ્લાન રજુ કર્યો છે. જેમાં કહેવાયું છે કે દર એક લાખ વ્યકિતએ એકથી ઓછો કેસ હોય તો ટેસ્ટીંગ, કોન્ટેકટ ટ્રેસીંગ અને આઇસોલેશન ચાલુ રાખવું જોઇએ અને જેમને આર્થિક મદદની જરૂર હોય તેમને આપવી જોઇએ.

જો દર એક લાખ વ્યકિતએે રપ સુધીના કેસ આવતા હોય તો બાર બંધ રાખવા, સામાજીક મેળાવડાઓ લીમીટ જેવા પ્રતિબંધો અમલમાં મુકવા જોઇએ તેનાથી વધારે કેસો આવતા હોય તો સરકારે લોકોને ઘેર જ રહેવાના આદેશો આપવા જોઇએ એમ પણ તેણીએ કહ્યું હતું.

તેના કહેવા અનુસાર ગમે ત્યાં ટેસ્ટીંગ કરવું એમ નહી પણ ટેસ્ટીંગ પર ફોકસ કરવુ જરૂરી છે તે નર્સીંગ હોમ, જેલો, ફેકટરીઓ અને સુપર સ્પ્રેડીંગ થઇ શકે તેવી જગ્યાઓએ થવું જોઇએ છે.આ ટેસ્ટીંગ ગરીબો અને વીમા વગરના લોકો માટે મફત હોવું જોઇએ.

મીનેસોટા યુનિવર્સિટીના સેન્ટર ફોર ઇન્ફેકટીયસ ડીસીઝ રીસર્ચ એન્ડ પોલીસીના ડાયરેકટર માઇકલ ટી.ઓબ્સ્ટ્રીયન જેવા અમુક નિષ્ણાંતોની દલીલ છે કે આ મહામારીને રાષ્ટ્રીય લોકડાઉનથી જ રોકી શકાય તેમ છે. જયારે અમુક નિષ્ણાંતોનું કહેવું છે કે તે રાજકીય રીતે અશકય છે. તેથી આને રોકવા માટે અન્ય કડક પગલાઓ રાજય સરકારો અને સ્થાનિક પ્રશાસન દ્વારા લેવાવા જોઇએ.

વર્ષના અંત સુધીમાં કદાચ એક કે વધારે રસીઓ બજારમાં ઉપલબ્ધ થઇ જશે પણ ત્યાં સુધીમાં આ વાયરસ વિશ્વના દરેક શહેર અને ગામડાઓમાં પહોંચી ચુકયો હશે.

એટલે મેલેરીયાની એઇડસની અને અન્ય વાઇરસોની દવાઓ જેમ મળી રહી છે. છતા લોકોને તે થાય જ છે તેમ આમાં પણ બની શકે છે.

(2:27 pm IST)
  • અમદાવાદમાં રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેનો બાળકોને એ.એમ. ટીસીની બસમાં રાહત દરે મુસાફરીની ભેટ અપાશે access_time 12:44 pm IST

  • ગુજરાતના વધુ એક સંતને ભૂમિપૂજન માટે આમંત્રણ: 5 મી ઓગસ્ટના અયોધ્યા રામ જન્મ ભૂમિ શિલાન્યાસ પૂજનના કાર્યક્રમ માટે સુપ્રસિદ્ધ નડિયાદના સંતરામ મંદિરના મહંતશ્રી પૂજ્ય રામદાસ મહારાજશ્રીને શિલાન્યાસ પૂજન માટે આમંત્રણ અપાયું access_time 9:44 pm IST

  • જામ ખંભાળિયાના સલાયામાં કોરોના વિસ્ફોટ : એકસાથે 13 પોઝિટિવ કેસ આવતા હાહાકાર : એક જ વિસ્તારમાં રહેતા 13 લોકો કોરોના સંક્રમિત : મોટાભાગના એક પરિવારના લોકો ઝપટે: આરોગ્ય તંત્રમાં દોડધામ access_time 6:12 pm IST