Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

મોડીરાત્રે પૂંછ જીલ્લામાં પાકિસ્તાન દ્વારા ગોળીબાર : એક ભારતીય જવાન શહીદ

ભારતીય જવાનોએ પાકિસ્તાની ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરની કંટ્રોલ લાઇન અને આંતરરાષ્ટ્રીય સરહદ પર સીઝફાયરના ઉલ્લંઘનમાં ફાયરિંગ થઈ રહ્યુ છે. આ સિલસિલા માં, પાક આર્મીએ મોડી રાત પછી થયેલા યુદ્ધ વિરામના ઉલ્લંઘનમાં, પૂંછ જિલ્લાના કસબા-કિરની અને બાલાકોટ સેક્ટરમાં ભારે ગોળીબાર કર્યો હતો,. જેમાં ભારતીય સૈનિક રોહનકુમાર શહીદ થયા છે. ભારતીય સૈનિકોએ પણ પાકિસ્તાનના આ નફરતકારક કૃત્યનો જડબાતોડ જવાબ આપ્યો છે.

પાકિસ્તાની સેનાએ શુક્રવારે મોડી, રાત્રે પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે કિરની અને બાલાકોટ નગરોમાં ફાયરિંગ શરૂ કરી હતી. આ સમય દરમિયાન, પાકિસ્તાની સેનાએ સેક્ટરમાં સ્થિત ભારતીય ચોકીઓ અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવતા મોર્ટાર શેલો પણ ચલાવ્યા હતા. આ ગોળીબારમાં ભારતીય સૈનિક રોહન કુમાર ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન જવાનનુ મોત નીપજ્યુ હતુ. ભારતીય જવાનો એ પણ પાકિસ્તાની ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો હતો.

(12:02 pm IST)
  • દાહોદના ફતેપુરમાં ગેરકાયદે ખાતરનો જથ્થો ઝડપાયો : લાયસન્સ વિનાની ૪ર૩ થેલી ખાતર ઝડપાતા જથ્થો કબ્જે કરાયો access_time 12:45 pm IST

  • આજે બપોરે ૩-૦૦ વાગ્યે સુરતમાં મુખ્યમંત્રીની બેઠક સિવિલ હોસ્પિટલની કોવિડ હોસ્પિટલની મુલાકાત લઇ કલેકટર સાથે બેઠક યોજાશે શહેર-જિલ્લાની સારવારની સ્થિતિની સમીક્ષા કરશે access_time 2:30 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર : છેલ્લા 24 કલાકમાં 54,865 કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 17,51,919 કેસ થયા :5,67,205 એક્ટિવ કેસ :કુલ 11,46,879 દર્દીઓ રિકવર થયા :વધુ 852 લોકોના મોત :મૃત્યુઆંક 37,403 થયો :મહારાષ્ટ્રમાં નવા 9601 કેસ : તામિલનાડુમાં 5879 કેસ : આંધ્રપ્રદેશમાં નવા 9276 કેસ: દિલ્હીમાં 1118 કેસ : કર્ણાટકમાં નવા 5172 કેસ :ઉત્તર પ્રદેશમાં 3587 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 2589 કેસ :બિહારમાં 3521 નવા કેસ, તેલંગાણામાં 2083 કેસ,રાજસ્થાનમાં 1160 કેસ અને આસામમાં 1457 નવા કેસ અને ઓરિસ્સામાં 1602 કેસ નોંધાયા access_time 12:42 am IST