Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

બેંક - વીમા કામદારોને મોંઘવારીના સમયમાં રાહત : આ મહિનાથી ડીએ ૧૪ સ્લેબ વધશે

ગ્રાહક ભાવાંક જાહેર : એપ્રિલ ૩૨૯, મે ૩૩૦ અને જુન ૩૩૨ : કેન્દ્ર - રાજ્યના કર્મચારીઓનું ૩ ટકા ડીએ ડયુ થયું : ૨૧ ટકા હતું હવે ૨૪ ટકા થશે

રાજકોટ તા. ૧ : આ મહિનાથી દેશભરના બેંક અને વીમા કામદારોને મળતા મોંઘવારી ભથ્થામાં ૧૪ સ્લેબનો વધારો મળશે. જ્યારે ગ્રાહક ભાવાંકના આધારે કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો ડયુ થયો છે. જો કે કેન્દ્ર સરકારે કોરોનાને ધ્યાને લઇ પોતાના કર્મચારીઓનું ડીએ ફ્રીઝ કરી દીધું છે.

કેન્દ્ર સરકારના શ્રમ બ્યુરો દ્વારા ઔદ્યોગિક કામદારો માટેનો ગ્રાહક ભાવાંક જાહેર કરાયો છે. જે એપ્રિલ ૩૨૯ (૭૫૦૯.૭૨), મે ૩૩૦ (૭૫૩૨.૫૫૩) અને જુન ૩૩૨ (૭૫૭૮.૨૦) જાહેર થયો છે. જેની એવરેજ ૭૫૪૦.૧૬ થવા જાય છે જેની ગણતરી કરતા હાલ ૭૬૦ સ્લેબ પર ડીએ મળે છે જે ૧૪ સ્લેબ વધીને હવે ૭૭૫ સ્લેબ પર મળશે. ૪૪૪૦ પોઇન્ટ ઉપર ૭૭૫ સ્લેબની ૦.૧૦% લેખે ગણતરી કરતા ૭૭.૫૦% મોંઘવારી મળશે.

દરમિયાન બેંકના પેન્શનરોને અગાઉના ૨ અને અત્યારના ૧૪ એમ ૧૬ સ્લેબના વધારા સાથે ડીએ આ મહિનાથી મળશે.

ગ્રાહક ભાવાંકના આધારે કેન્દ્ર - રાજ્યના કર્મચારીઓનું ૩% ડીએ ડયુ છે. હાલ ૨૧ ટકા મળે છે જે ૧-૭-૨૦૨૦થી ૨૪% થશે. ૧-૧-૨૦૨૦થી ૨૧% ડીએ હતું.

જોકે, કોરોનાને કારણે સરકારે પોતાના કર્મચારીઓનું ડીએ આવતા વર્ષે સુધી ફ્રીઝ કર્યું છે પણ જ્યારે તે મળશે તે આ મુજબ મળશે.

(11:15 am IST)