Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

ભારત અને ચીન વચ્ચે સીમા બાબતે યુદ્ધ થાય તો તમે કોનો પક્ષ લેશો ? : અને આર્થિક મોરચે સંઘર્ષ થાય તો કોનો પક્ષ લેશો ? : અમેરિકન નાગરિકોને પુછાયેલા બંને પ્રશ્નોના રસપ્રદ જવાબ.....

વોશિંગટન : ઓસ્ટ્રેલિયાની થિન્ક ટેન્ક લોવી ઇન્સ્ટિટ્યુટે અમેરિકન નાગરિકોને બે સવાલ પૂછ્યા હતા.જે મુજબ
 (1) ભારત અને ચીન વચ્ચે સીમા બાબતે યુદ્ધ થાય તો તમે કોનો પક્ષ લેશો ? (2) અને આર્થિક મોરચે સંઘર્ષ થાય તો કોનો પક્ષ લેશો ?
બંને પ્રશ્નોના જવાબ માટેના વિકલ્પો નીચે મુજબ હતા
(A) અમેરિકા ભારતનું સમર્થન કરશે
(B) ચીનનું સમર્થન કરશે
(C) બંનેમાંથી કોઈ દેશનું નહીં
ઉપરોક્ત બંને પ્રશ્નો પૈકી પ્રથમ પ્રશ્નના જવાબમાં 32.6 ટકા લોકોએ ભારતને સમર્થન ઘોષિત કર્યું હતું.3.8 ટકા લોકોએ ચીનને સમર્થન આપ્યું હતું.જયારે 63.6 ટકા લોકોએ બેમાંથી કોઈપણ દેશને સમર્થન નહીં આપવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.
બીજા પ્રશ્નના જવાબમાં 36.3 ટકા લોકોએ ભારતને ,તથા 3.1 ટકા લોકોએ ચીનને સમર્થન ઘોષિત કર્યું હતું.જયારે 60.6 ટકા લોકોએ બંનેમાંથી કોઈપણ દેશને સમર્થન નહીં આપવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.
આ સર્વે 7 જુલાઈના રોજ કરાયો હતો.અને 1012 લોકોને ઉપરોક્ત પ્રશ્નો પુછાયા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:31 pm IST)