Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

કાશ્મીરમાં વધુ ર૮૦૦૦ જવાનો તૈનાત : ભૂમિ-વાયુદળ એલર્ટ

કંઇક ''રંધાતુ'' હોવાની આશંકા : ત્રાસવાદ વિરોધી મોટા ઓપરેશનની તૈયારી કે પછી બીજુ કંઇક ? વિવિધ પ્રકારના કયાસો : ત્રાસવાદ સામે સરકારની ઝીરો ટોલરન્સ નીતિ અને સેનાના ઓપરેશન ઓલઆઉટથી ત્રાસવાદીઓ ફફડી ઉઠયા છે : હવે કાયમી ઉકેલ લાવવાની તૈયારીમાં છે સરકાર-સૈન્ય

જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા શરૂ થયા છે. કેન્દ્ર સરકારે ચૂંટણી પહેલા ખીણમાં ૨૮ હજાર સૈનિકોને તૈનાત કરવાના આદેશ આપ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચાર દિવસમાં સીએપીએફની ૨૮૧ કંપની ખીણમાં આવી ગઈ છે. આ પહેલા સરકારે સુરક્ષાદળની ૧૦૦ કંપનીને તૈનાત કરવાના આદેશ આપ્યા હતા.

જેમા સીઆરપીએફની ૫૦, બીએસએફની ૧૦, એસએસબીની ૩૦ અને આઈટીબીપીની ૧૦ કંપનીને તૈનાત  કરવામાં આવી હતી ખીણમાં મોટી સંખ્યામાં જવાનોને તૈનાત કરવામાં આવતા રાજકીય ગતિવિધિઓ પણ શરૂ થઈ છે. એવી અટકળ પણ તેજ બની છે કે, કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૫-એને હટાવવાની તૈયારી કરી રહી છે. જેથી જમ્મુ કાશ્મીરની સ્થાનિક પાર્ટીઓએ તેનો વિરોધ શરૂ કર્યો છે.

જેમા સીઆરપીએફની ૫૦, બીએસએફની ૧૦, એસએસબીની ૩૦ અને આઈટીબીપીની ૧૦ કંપનીને તૈનાત કરવામાં આવી હતી ખીણમાં મોટી સંખ્યામાં જવાનોને તૈનાત કરવામાં આવતા રાજકીય ગતિવિધિઓ પણ શરૂ થઈ છે. એવી અટકળ પણ તેજ બની છે કે, કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૫-એને હટાવવાની તૈયારી કરી રહી છે. જેથી જમ્મુ કાશ્મીરની સ્થાનિક પાર્ટીઓએ તેનો વિરોધ શરૂ કર્યો છે.

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલાના એલર્ટને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે સેના અને એરફોર્સને હાઈ ઓપરેશન માટે તૈયાર રહેવાની સૂચના આપી છે. ગુપ્તચર એજન્સી દ્વારા આપવામાં આવેલા એલર્ટ બાદ ખીણમાં સેનાને ખડકી દેવામાં આવી છે. એજન્સીનો દાવો છે કે, આતંકવાદીઓ સેનાના ઠેકાણા અને સેનાના વાહનોને નિશાન બનાવી શકે છે. આ ઉપરાંત સરહદ પારથી ૧૦૦દ્મક વધારે આતંકવાદી દ્યૂસણખોરી કરવાની તૈયારીમાં છે. જેથી સરહદ પર ચૌકસાઈ પણ વધારી દેવામાં આવી છે. જયારે સેનાના જવાનોને વાયુસેનાના વિમાન સી-૧૭ દ્વારા ખીણમાં એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે.

કાશ્મીર ખીણમાં સીઆરપીએફ અને અર્ધલશ્કરી દળોની સંખ્યા વધારવા અને ઝડપી તૈનાત કરવા માટે સરકાર સૌથી ભારે ભરખમ માલવાહક સી-૧૭ સહીત ભારતીય વાયુસેનાના વિમાનોની સેવાઓ પણ લઇ શકે છે. આ વચ્ચે જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષા દળોની વધારાની ૧૦૦ કંપનીઓના તૈનાત મામલે ગૃહ મંત્રાલયે શુક્રવારે નિવેદન આપ્યું છે. ગૃહ મંત્રાલયે તેમના નિવેદનમાં કહ્યું છે કે, જમ્મૂ કાશ્મીરમાં લગભગ એક સપ્તાહ પહેલા સુરક્ષા દળોની વધારાની ૧૦૦ કંપનીઓને તૈનાતના આદેશ આપ્યા છે. તૈનાતીના સ્થાન પર પહોંચવાની તેમની પ્રક્રિયા ચાલી રહી છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે, આ નિયમિત પ્રક્રિયા છે.

ઉમર અબ્દુલ્લાએ આ પ્રકારનું નિવેદન એવા સમયે આપ્યુ જયારે તેમણે ગુરૂવારે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદી સાથે કરેલી મુલાકાત બાદ ઉમર અબ્દુલ્લાએ જણાવ્યુ હતુ કે, પીએમ મોદીને જમ્મુ કાશ્મીરની સ્થિતિ અંગે જાણકારી આપવામાં આવી છે. ખીણમાં સ્થિતિ સામાન્ય થઈ છે. જેથી કેન્દ્ર સરકાર કોઈપણ એવા નિર્ણય ન લે જેથી જમ્મુ કાશ્મીરમાં ફરીવાર સ્થિતિ વણસે. ખીણમાં જવાનની તૈનાતગી બાદ એનસીને ભય છે કે, મોદી સરકાર જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૫-એ અને ૩૭૦ હટાવવાની તૈયારી કરી રહી છે.

(3:06 pm IST)