Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

શિક્ષણમાં મુસ્લિમોને પણ અનામત આપવું જોઈએ : શિવસેના

મુંબઈ :શિવસેનાના એક નિવેદનને દેશના રાજકારણની દુર્લભત્તમ ઘટના તરીકે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ દ્વારા આવકારવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનની માગણીને લઈને ચાલી રહેલા આંદોલન વચ્ચે શિવસેનાએ શિક્ષણમાં મુસ્લિમોને અનામત આપવાની વાત કહી છે. શિવસેનાએ કહ્યું કે રાજ્ય સરકાર બોમ્બે હાઈકોર્ટ દ્વારા મુસ્લિમોને 5 ટકા કોટા આપવાના આદેશનો અનાદર કરી રહી છે.

(9:22 am IST)