Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

યુ.એસ.માં ગુજરાતી સિનીઅર સોસાયટી, પ્‍લેનોની મીટીંગ યોજાઇઃ જન્‍મ દિવસ મુબારકબાદી,અમેરિકાના સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી, બોલીવુડ અંગે માહિતી સહિતના કાર્યક્રમો યોજાયાઃ આગામી મીટીંગ ૧૫ ઓગ.૨૦૧૮ના રોજ

પ્લેનો:  ગુજરાતી સીનીયર સોસાયટી પ્લેનો ની મિટીંગ જુલાઈ ૨૫ ના રોજ મીનરવા હૉલ પ્લેનો ખાતે સાંજે -૩૦ વાગે મળી હતી. પ્રમુખશ્રી જયકિશ્નભાઈ પટેલે સૌને આવકાર આપેલ... ત્યાર બાદ જે સભ્યોનો Birthday જુલાઈ માસમાં આવતો હતો તે સૌ ને સેક્રેટરી સુભાષ તલાટીએ Birthaday-Carad આપેલ તથા જો,ટ્રેઝરર શ્રીમતિ હર્ષા ગાંધી birthaday ગીત ગાઈ સૌનું અભિવદન કરેલ, ત્યાર બાદ 4th July USA Independent Day ની ઉજવણી માટે USA નું રાષ્ટ્રગીત ગાવામાં આવેલ , આજના મુખ્ય મહેમાન અને સ્પીકર Shree A.G.Chin (Fun Asia Anker )જેમનો ટુકો પરીચય સેક્રેટરીશ્રી સુભાષ શાહ આપ્યો હતો.Shri A.G.Chin  મુંબઈના બૉલીવૂડ ના નિર્માતા,સંગીતકાર,એક્ટર તથા એક્ટ્રેસ સાથે નજીકથી સંકળાયેલ છે... તેમણે બૉલીવૂડ અંગેની રસપ્રદ માહિતી આપી હતી. સભ્ય ભાઈ-બહેનોએ 1935 થી 1970 સુધીના બનેલ સિનેમાં ને લગતાં પ્રશ્નો પૂછ્યા હતા... નવા અને જૂના પીચ્યર માટેની ચર્ચા કરી હતી... કીચન કમિટીના ચેરમેન સુર્યાબેન પટેલે આજના ડીનર સ્પોન્સરની માહિતી આપી હતી... જુન માસમાં થયેલ પીકનિક ની Fedback  પણ સભ્યો પાસે માગવામાં આવેલ. માસના ડિનર સ્પોન્સર ''Basera Indian Cusian વાળા Shree Hari હતા... શ્રીમતિ કલ્પનાબેન મહાદેવીયા રમત-ગમત નું આયોજન કરેલ '' ગુજરાતની સફળ 'નું સુંદર આયોજન કરેલ. બહેનોએ ખૂબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો

         ઓગષ્ટ માસની મીટીંગ તારીખ તા. ૧૫ મી ઓગષ્ટ ને બુધવારે સાંજે -૩૦ વાગે મીનરવા હોલ  પ્લેનો ખાતે રાખેલ છે    

તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.

(8:29 pm IST)