Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

મમતા બેનર્જીને મળ્યુ 'સનકી'નુ બિરુદ ! : મમતા બેનર્જીનાં દ્રોપદી મુમૂ અંગેનાં નિવેદનને લઈ કોંગ્રેસી નેતાએ તેમને ભાજપના એજન્ટ ગણાવ્યા

કોંગી નેતાએ કહયુ - મમતાએ વડાપ્રધાન સાથે ગુપ્ત સમજૂતિ કરી : મમતા ભાજપનાં એજન્ટ તરીકે કામ કરી રહી હોવાનો પણ કોંગી નેતાનો આરોપ

નવી દિલ્લી તા.૦૨ : દ્રોપદી મુર્મૂને લઈ મમતા બેનર્જી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, ''જો ભાજપ દ્વારા અમને પુછવામાં આવત તો અમે પણ સમર્થન આપત'. આ નિવેદનને લઈ કોંગ્રેસનાં નેતા અધીર રંજન ચૌધરી દ્વારા મમતા બેનર્જીને સનકી ગણાવવામાં આવ્યા હતા. અને તેમના દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, 'મમતાએ  વડાપ્રધાન સાથે ગુપ્ત સમજૂતી કરી લીધી છે.' તેમજ તેમણે મમતા પર આરોપ લગાવતા કહ્રયુ હતુ કે, 'મમતા ભાજપની એજન્ટ તરીકે કામ કરી રહી છે.'

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએ વિરૂદ્ધ વિપક્ષનો સંયુક્ત ઉમેદવાર ઉતારવા માટે બેઠક પર બેઠક કરનારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીએ પણ હવે દ્રોપદી મુર્મૂને રાષ્ટ્રપતિ તરીકે સ્વીકારી લીધા હોવાનું જણાય છે.

મમતા બેનર્જીએ ભાર આપીને કહ્યું હતું કે, સામાન્ય સહમતિવાળો ઉમેદવાર હંમેશા દેશ માટે શ્રેષ્ઠ બની રહે છે. જો ભાજપે તેમના નામની જાહેરાત કરતા પહેલા અમારા સાથે વાત કરી હોત તો અમે ચોક્કસથી વ્યાપક હિતોનું ધ્યાન રાખીને તે અંગે વિચાર કરી સમર્થન આપત. આગામી જોકે સાથે જ મમતા બેનર્જીએ એવી સ્પષ્ટતા  પાત્ર કરી હતી કે, ટીએમસી વિપક્ષી દળના નિર્ણય પ્રમાણે જ ચાલશે. તેમના કહેવા પ્રમાણે તેમના મનમાં તમામ ધર્મ, જાતિ અને પંથ માટે સમાન સન્માન છે. તેમણે મહિલા ઉમેદવાર ઉતારવા પ્રયત્ન કરવાની જરૂર હતી પરંતુ તેઓ એકલા નિર્ણય ન લઈ શકેત. આ સાથે જ તેમણે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાઈ રહી છે તે વાતનું દુખ વ્યક્ત કર્યું હતું.

મમતા બેનર્જીના આ નિવેદન મામલે કોંગ્રેસી નેતા અધીર રંજન ચૌધરીએ તેમના પર નિશાન સાધ્યું છે. ચૌધરીના કહેવા પ્રમાણે મમતાએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના ઈશારે આ નિવેદન આપ્યું છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, મમતા બેનર્જીએ નરેન્‍દ્રભાઇ મોદી સાથે ગુપ્ત સમજૂતી કરી હોવાનું ફરી સાબિત થઈ રહ્યું છે. તેમણે મમતા બેનર્જીને સનકી ગણાવીને તેઓ ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.

આ સમગ્ર મામલે ભાજપે પણ વહેતી ગંગામાં હાથ ધોયા હતા અને મમતા બેનર્જી અંગે ટીખળ કરી છે. ભાજપના નેતા અમિત માલવીય દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, દેઉચા પચામીમાં જનજાતિઓની જમીન પચાવવાનો અસફળ પ્રયત્ન કર્યા બાદ મમતા બેનર્જીને તેમની છબિ મહિલા અને આદિવાસી વિરોધી બની રહી હોવાની ખબર પડી છે. આ સાથે જ તેમણે એવો સવાલ કર્યો હતો કે, શું તે રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાને છોડી દેશે.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએ વિરૂદ્ધ વિપક્ષનો સંયુક્ત ઉમેદવાર ઉતારવા માટે બેઠક પર બેઠક કરનારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીએ પણ હવે દ્રોપદી મુર્મૂને રાષ્ટ્રપતિ તરીકે સ્વીકારી લીધા હોવાનું જણાય છે.

દ્રોપદી મુર્મૂ વિજેતા બને તેના ચાન્સ વધુઃ મમતા બેનર્જી

મમતા બેનર્જીએ ભાર આપીને કહ્યું હતું કે, સામાન્ય સહમતિવાળો ઉમેદવાર હંમેશા દેશ માટે શ્રેષ્ઠ બની રહે છે. જો ભાજપે તેમના નામની જાહેરાત કરતા પહેલા અમારા સાથે વાત કરી હોત તો અમે ચોક્કસથી વ્યાપક હિતોનું ધ્યાન રાખીને તે અંગે વિચાર કરેત. આગામી 18 જુલાઈના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રોપદી મુર્મૂ વિજેતા બને તેની શક્યતા વધારે છે. મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન બાદ એનડીએનું સંખ્યાબળ વધ્યું છે.

ચૂંટણી યોજાઈ રહી હોવાનું દુખ

જોકે સાથે જ મમતા બેનર્જીએ એવી સ્પષ્ટતા કરી હતી કે, ટીએમસી વિપક્ષી દળના નિર્ણય પ્રમાણે જ ચાલશે. તેમના કહેવા પ્રમાણે તેમના મનમાં તમામ ધર્મ, જાતિ અને પંથ માટે સમાન સન્માન છે. તેમણે મહિલા ઉમેદવાર ઉતારવા પ્રયત્ન કરવાની જરૂર હતી પરંતુ તેઓ એકલા નિર્ણય ન લઈ શકેત. આ સાથે જ તેમણે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાઈ રહી છે તે વાતનું દુખ વ્યક્ત કર્યું હતું.

મમતાને મળ્યું 'સનકી'નું ટેગ

મમતા બેનર્જીના આ નિવેદન મામલે કોંગ્રેસી નેતા અધીર રંજન ચૌધરીએ તેમના પર નિશાન સાધ્યું છે. ચૌધરીના કહેવા પ્રમાણે મમતાએ વડાપ્રધાન મોદીના ઈશારે આ નિવેદન આપ્યું છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, મમતા બેનર્જીએ નરેન્દ્ર મોદી સાથે ગુપ્ત સમજૂતી કરી હોવાનું ફરી સાબિત થઈ રહ્યું છે. તેમણે મમતા બેનર્જીને સનકી ગણાવીને તેઓ ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.

ભાજપનો કટાક્ષ

આ સમગ્ર મામલે ભાજપે પણ મમતા બેનર્જી અંગે ટીખળ કરી છે. ભાજપના નેતા અમિત માલવીય દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, દેઉચા પચામીમાં જનજાતિઓની જમીન પચાવવાનો અસફળ પ્રયત્ન કર્યા બાદ મમતા બેનર્જીને તેમની છબિ મહિલા અને આદિવાસી વિરોધી બની રહી હોવાની ખબર પડી છે.

આ સાથે જ તેમણે એવો સવાલ કર્યો હતો કે, શું તે રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાને છોડી દેશે.

(11:38 pm IST)