Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

ફેસબુક પર મોદી અંગે અભદ્ર ટિપ્પણી કરનાર યુવકની ધરપકડ

ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લાની ઘટના : સહસવાનમાં તૈનાત સબ-ઈન્સ્પેક્ટર રાજેશ કુમાર વતી ટિપ્પણી કરનાર યુવક વિરુદ્ધ એફઆઈઆર દાખલ

બદાયું, તા.૨ ઃ ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લાના સહસવાન કોતવાલી વિસ્તારના રહેવાસી એક યુવકની સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ પોલીસે ધરપકડ કરી છે. સહસવાન કોતવાલીના પ્રભારી સંજીવ કુમાર શુક્લાએ શુક્રવારે જણાવ્યું હતું કે, કોતવાલીમાં તૈનાત સબ-ઈન્સ્પેક્ટર રાજેશ કુમાર વતી અભદ્ર ટિપ્પણી કરનાર યુવક વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, કોતવાલી વિસ્તારના નદાયલ ગામમાં રહેતા ૩૦ વર્ષના રેહાન ઉપર ફેસબુક પર વડાપ્રધાન વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ છે.

યુવકે આ પોસ્ટ દ્વારા અફવાઓ પણ ફેલાવી હતી. તેમણે કહ્યું હતું કે, પોલીસે આરોપી રેહાન વિરુદ્ધ આઈટી એક્ટની કલમ ૬૭ હેઠળ એફઆઈઆર નોંધીને તેની ધરપકડ કરી છે. કોતવાલી પ્રભારીએ જણાવ્યું હતું કે, આરોપી રેહાનની ધરપકડ કરવામાં આવી છે અને કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા બાદ તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

 

 

 

(8:37 pm IST)