Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

મુંબઈમાં ભારે વરસાદને પગલે 24 કલાક માટે ઓરેન્જ અલર્ટ

સાયન -દાદર-અંધેરી-હાજી અલી-કુર્લા સહીત ના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના પગલે હાલાકી

(જીતેન્દ્ર રૂપારેલિયા-વાપી) મુંબઈમાં છેલ્લા 3 દિવસ થી વરસી રહેલા અનરાધાર વરસાદ ને પગલે અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે એટલુંજ નહિ આગામી 24 કલાક માટે આઈ.એમ .ડી એ મુંબઈ માં ઓરેન્જ અલર્ટ જાહેર કર્યો છે.

મુંબઈ ના સીઝન ના પ્રથમ વરસાદ માં જ શહેર ના સાયન -દાદર-અંધેરી-હાજી અલી-કુર્લા -ચેમ્બુર  સહીત ના વિસ્તારો માં ભારે વરસાદ ના પગલે રસ્તાઓ પર પાણી વળતા ટ્રાફિક સમસ્યા સરજાયી હતી.
   મોસમ વિભાગે  આજે અને આવતી કાલ  ના રોજ શહેર ના કેટલાક વિસ્તારો માં ભારે વરસાદ ની સંભાવના ને  પગલે યેલ્લો અલર્ટ જાહેર કર્યું છે .

 

(10:21 pm IST)