Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

અમેરિકાના ન્યૂજર્સીમાં ચેરીટેબલ ફાર્મસી ખુલ્લી મુકવાનો સૌપ્રથમ વિક્રમ ' રિતેશ શાહ ચેરિટેબલ ફાર્મસી ' ના નામે : પબ્લિક પોલિસી, બિઝનેસ, સોશિઅલ સર્વિસ, હેલ્થ કેર, તથા ફાર્માસ્યુટિકલ ક્ષેત્રો સાથેની સંયુક્ત ભાગીદારીથી જાહેર જનતા માટે એપ્રિલ માસમાં દરવાજા ખુલ્લા મુકાયા

26 જૂન 2022 ના રોજ એડિસન પાર્ક ખાતે ફાઉન્ડર્સ દ્વારા આયોજિત પ્રથમ વાર્ષિક ગાલા પ્રોગ્રામમાં 200 ઉપરાંત મહેમાનોની ઉપસ્થિતિ : 150,000 ડોલરથી વધુની માતબર રકમ ભેગી થઇ ગઈ

દિપ્તીબેન જાની દ્વારા, ન્યુજર્સી : અમેરિકાના ન્યૂજર્સીમાં ચેરીટેબલ ફાર્મસી ખુલ્લી મુકવાનો સૌપ્રથમ વિક્રમ રિતેશ શાહ ચેરિટેબલ ફાર્મસીના નામે નોંધાયો છેપબ્લિક પોલિસી, બિઝનેસ, સોશિઅલ સર્વિસ, હેલ્થ કેર, તથા ફાર્માસ્યુટિકલ ક્ષેત્રો સાથેની સંયુક્ત ભાગીદારીથી જાહેર જનતા માટે એપ્રિલ માસમાં તેના દરવાજા ખુલ્લા મુકવામાં આવ્યા હતા. 26 જૂન 2022 ના રોજ એડિસન પાર્ક ખાતે ફાઉન્ડર્સ દ્વારા આયોજિત પ્રથમ વાર્ષિક ગાલા પ્રોગ્રામમાં 200 ઉપરાંત મહેમાનોની ઉપસ્થિતિમાં 150,000 ડોલરથી વધુની માતબર રકમ ભેગી થઇ ગઈ હતી.

આ પ્રસંગે સ્થાપક અને ટ્રસ્ટી શ્રી રિતેશ શાહે કહ્યું, હતું કે આપણી કોમ્યુનિટીના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા બદલ હું અમારા દરેક સમર્થકોનો આભાર માનું છું. આ સાથે અમે ન્યુ જર્સીની સૌથી સંવેદનશીલ વસ્તીને વિનામૂલ્યે પ્રિસ્ક્રિપ્શનો આપીને એક નવો ચિલો ચાતરી રહ્યા છીએ.

સાંજે બરાબર 5:30 ના ટકોરે સિતાર અને ડ્રમ્સ પર વગાડવામાં આવતા ભારતીય શાસ્ત્રીય સંગીત સાથે.પ્રોગ્રામ શરૂ થયો હતો. મહેમાનો મુખ્ય ફંક્શન સ્પેસ તરફ આગળ વધ્યા, જેમાં માર્લબોરોના મેયર જોનાથન હોર્નિક અને સ્ટેટ સેનેટર્સ વિન ગોપાલ અને ડેક્લાન ઓ'સ્કેનલોન દ્વારા ઘોષણાઓની રજૂઆત દર્શાવવામાં આવી હતી. સેવા, ઉપચાર અને સદગુણના દેવોને શ્રદ્ધાંજલિ આપતા પરંપરાગત ભારતીય નૃત્યોએ આખી રાત પ્રેક્ષકોનું મનોરંજન કર્યું હતું.

એસેમ્બલી મેન શ્રી રાજ મુખરજી સાંજના પ્રોગ્રામના મુખ્ય વક્તા હતા, તેમણે આરોગ્ય અને સુખાકારી ક્ષેત્રે વધતી જતી વંશીય અસમાનતાઓ પર શ્રોતાઓને સંબોધિત કર્યા હતા. તેમણે બે દાયકા અગાઉ ચેરિટેબલ ફાર્મસીનું અસ્તિત્વ હોત તો તેમના સહીત અનેક લોકોના જીવન કેવી રીતે બદલાઈ ગયા હોત તે વિષે વાતો કરી હતી. મુખરજીએ પ્રેક્ષકોને આહવાહન આપતા જણાવ્યું હતું કે ચાલો ન્યૂ જર્સીની પ્રથમ ચેરિટેબલ ફાર્મસીની ઉજવણી કરીએ અને ખાતરી કરીએ કે ભવિષ્યમાં તે એકમાત્ર ચેરીટેબલ ફાર્મસી નહીં બની રહે.

એકત્ર કરાયેલા ભંડોળ સાથે, ફાર્મસી દ્વારા દર્દીઓને પ્રિસ્ક્રિપ્શન મુજબ દવાઓ આપવાનું ચાલુ રખાશે. સંસ્થા આરોગ્ય શિક્ષણ અને ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને માનસિક સ્વાસ્થ્ય માટેના પ્રિસ્ક્રિપ્શનોની ઉપલબ્ધતા પર ભાર મૂકે છે જે લાંબા ગાળાના સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરી શકે છે. તેવું શ્રી તુષાર પટેલની યાદી દ્વારા જાણવા મળે છે.

વિશેષ માહિતી જેસન ડીએલેસી jason@fuerzastrategy.com (862) 228-5125 દ્વારા મેળવી શકાશે.

રિતેશ શાહ ચેરિટેબલ ફાર્મસી દવાઓ, શિક્ષણ અને આરોગ્યની અસમાનતાને ઓછી કરતી સેવાઓની ઍક્સેસ પ્રદાન કરીને એક સ્વસ્થ સમુદાય બનાવવાની કલ્પના કરે છે. 224 શ્રુસબરી એવન્યુ, રેડ બેંક ખાતે સ્થિત, સંસ્થા વીમા વિનાના અને ઓછી સેવા ધરાવતા દર્દીઓને મફતમાં પ્રિસ્ક્રિપ્શન આપશે. રિતેશ શાહ ચેરિટેબલ ફાર્મસી એક્સેસ વધારવાની આશા રાખે છે. આ બધુ દવાઓ, રસીકરણ, આરોગ્ય શિક્ષણ અને ફાર્મસી સેવાઓ માટે સમુદાયમાં તબીબી અને સામાજિક સ્વાસ્થ્ય અસમાનતાઓને ઘટાડવા માટે કરવામાં આવી રહ્યું છે તેમ ડો. તુષાર પટેલ ની યાદી માં જણાવાયું છે.

(2:09 pm IST)