Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

હિમાલય પર્વતોમાં 5 હજાર મીટરની ઊંચાઈએ પહાડોમાં મળે છે દુનિયાના સૌથી મોંઘા ' કીડા '

ભારતમાં 'કીડા જડી' નેપાળ અને ચીનમાં તે યાર્સાગુમ્બા તરીકે ઓળખાઈ છે

દુનિયાભરમાં કીડા-મકોડાઓની ઘણી એવી પ્રજાતિઓ છે જે ને લોકો ઘણા ચાઉ થી ખાતા હોય છે. પરંતુ આજે અમે એક એવા કીડા અંગે જણાવવા જઈ રહ્યા છીએ જે બાકીના કીડાઓ કરતા સાવ અલગ છે. આ કીડા અલગ એટલા માટે છે કે તેનો ઉપયોગ જડીબુટી બનાવવા માટે કરવામાં આવે છે. આ કીડા ભૂરા રંગના હોય છે અને તે આશરે 2 ઇંચ જેટલા લાંબા હોય છે. તેની સૌથી ખાસ વાત તો એ છે કે તે સ્વાદમાં ગળ્યા હોય છે. આ હિમાલયના પર્વતોમાં 5 હજાર મીટરની ઊંચાઈએ મળી આવે છે.

હિમાલયના સુંદર પહાડો વચ્ચે મળી આવતા આ કીડાના અનેક નામ છે, ભારતમાં તેને 'કીડા જડી'ના નામથી ઓળખવામાં આવે છે, જયારે નેપાળ અને ચીનમાં તેને યાર્સાગુમ્બા તરીકે ઓળખવામાં આવે છે.

  તો તિબ્બતમાં તેનું નામ યાર્સાગન્બૂ કહે છે. આ ઉપરાંત તેનું વૈજ્ઞાનિક નામ 'ઓફિયો કાર્ડિસેપ્સ સાઈનેસીસ' છે જયારે તેને અંગ્રેજીમાં કેટર પિલર ફંગસ કહે છે. કારણકે કે આ ફંગસની પ્રજાતિના કીડા છે.

કીડા જડીને હિમાલયન વાયગ્રા પણ કહે છે, તેનો ઉપયોગ શક્તિ વધારવા માટે દવાઓ સહીત અનેક કામોમાં થાય છે. આ રોગપ્રતિકારક ક્ષમતા પણ વધારે છે અને ફેફસાની સારવાર માટે પણ ઘણા જ અસરકારક છે, જોકે આ અત્યંત દુર્લભ અને અત્યંત મોંઘા કીડા છે.

આ કીડા મોંઘા હોવાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે માત્ર એક કિડની કિંમત લગભગ 1000 રૂપિયા છે. તો જો આ કીડા કિલોના ભાવે ખરીદવા જાઓ તો આંતરરાષ્ટ્રીય બજારોમાં કીડા જડી 8થી 9 લાખ રૂપિયા કિલોના ભાવે વેચાય છે. આ જ કારણે આ કીડા દુનિયાના સૌથી મોંઘા કીડા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કીડા જડીની કિંમતમાં ઘણો ઘટાડો થયો છે. છેલ્લા કેટલાંક વર્ષો સુધી 19થી 20 લાખ રૂપિયા પ્રતિકિલોના ભાવે વેંચતા આ કીડા હવે માત્ર 8 થી 9 લાખ રૂપિયામાં વેચાય છે. કીડા જડી નેપાળ અને ચીનના અનેક વિસ્તારોમાં સ્થાનિક લોકો રોજી રોટીનો મુખ્ય સ્ત્રોત છે. એક મીડિયા રિપોર્ટ મુજબ ભારતમાં તેને ખાનગી રીતે વેચવામાં આવે છે. કારણ કે ભારતમાં આ ઔષધિ પ્રતિબંધિત છે.

ભારતના અનેક વિસ્તારોમાં કેટરપિલર ફંગસનો સંગ્રહ કાયદેસર છે પરંતુ તેનો વેપાર ગેરકાયદેસર છે. પહેલા નેપાળમાં આ કીડા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. બાદમાં તેના પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો. કહેવાય છે કે તેનો ઉપયોગ જડીબુટી તરીકે આજકાલથી નહિ પરંતુ હજારો વર્ષોથી થતો આવ્યો છે. આ કીડાને એકઠા કરવા માટે ઘણા લોકો દિવસો સુધી જંગલોમાં ટેન્ટ લગાવીને મહિનાઓ સુધી જંગલમાં જ રોકાતા હોય છે.

યાર્સાગુમ્બાના પેદા થવાની વાત પણ ઘણી વિચિત્ર છે. આ હિમાલય વિસ્તારોમાં ઉગતા કેટલાંક ખાસ પ્રકારના છોડ માંથી નીકળતા રસની સાથે પેદા થાય છે. તેની વધુમાં વધુ ઉંમર 6 મહિના હોય છે. અવારનવાર ઠંડીના સમયમાં આ કીડા પેદા થાય છે અને મેં-જૂન આવતા આવતા મરી જાય છે. ત્યારબાદ લોકો તેને એકઠા કરી લે છે અને બજારમાં વેચે છે.

(12:22 am IST)